પાક.જેલમાં બંધક ભારતીય બાળકો,મહિલાઓની સારવાર માટે ૨૦ ડોક્ટરો ની ટીમ પાક.જશે

0
81

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

ભારત અને પાકિસ્તાનમાં વિવાદ થવો સામાન્ય વાત છે. પાકિસ્તાન દ્વારા હંમેશાથી ભારત વિરૂદ્ધ કોઇને કોઇ ષડયંત્ર કરવામા આવે છે પરંતુ હવે બંન્ને દેશ મળીને એક એવા પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે, જે અંતર્ગત ભારતનાં ૨૦ ડાક્ટરોની ટીમ પાકિસ્તાન જશે. આ ટીમ પાકિસ્તાનની જેલમાં બંધક ભારતીય બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને માનસિક રીતે બીમાર લોકોની સારવાર કરશે.

બંન્ને દેશો વચ્ચે સહેમતી બન્યા બાદ આ કેદીઓ સ્વદેશ આવવાની રાહ જાઇ રહ્યા છે. બંન્ને દેશોમાં ડાકટરોને વીજા આપવાની વાતને લઇ ચર્ચા ચાલી રહી છે. પરંતુ સૂત્રો અનુસાર પાકિસ્તાન આટલી મોટી સંખ્યામાં ડાક્ટરો અને વિશેષજ્ઞોને વીઝા આપવા માટે તૈયાર નથી.

ભારતે પાડોશી દેશ સાથે તણાવ ઓછૂ કરવા માટે આ મામલા પર પોતાના પ્રયત્નો તેજ કરી દીધા છે. ભારતે પાકિસ્તાન સામે ચાર શરતો રાખી છે, જેમા ભારતીય રાજદૂતોને પરેશાન કરવા પર રોક લગાવવા, ઉચ્ચાયુક્ત અજય બિસારીયાને ઇસ્લામાબાદથી બહાર જવા માટેની અનુમતિ આપવી, ઇસ્લામાબાદમાં ભારતીય રેજિડેંશઇયલ કામ્પલેકસ બનાવવા અને રાજદૂતોને ઇસ્લામાબાદ ક્લબની સદસ્યતા આપવાનું પણ સામેલ છે.

ભારત સરકાર માટે આ આવશ્યક છે કે, તે પાકિસ્તાનની જેલોમાં બંધ કેદીઓનું પરિક્ષણ કરીને વતન પરત લઇને આવે. ઓક્ટોબર ૨૦૧૭માં સુષમા સ્વરાજ અને પાકિસ્તાન ઉચ્ચાયુક્ત સોહેલ મહેમુદ સાથે માનવીય આધારને લઇ આ પ્રસ્તાવને રાખવામાં આવ્યો હતો. સુષમાએ આ પ્રસ્તાવમાં કહ્યું હતું કે, બંન્ને દેશ માનવીય આધાર પર બાળકો,મહિલાઓ, વૃદ્ધો અને માનસિક રીતે બીમાર કેદીઓને એક-બીજાને સોંપી દે. બાદમાં ૭ માર્ચનાં રોજ પાકિસ્તાને આ પ્રસ્તાવ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન ઇચ્છે છે કે, દિલ્હી અને ઇસ્લામાબાદમાં શાંતિપૂર્ણ કાર્ય કરાવવા માટે ભારત પ્રોટોકોલ પર સાઇન કરે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY