પાકિસ્તાનમાં ઈમરાન ખાનને ભગવાન શિવના રુપમાં દર્શાવાતા સર્જાયો વિવાદ

0
80

ઈસ્લામાબાદ,
તા.૧૨/૪/૨૦૧૮

પાકિસ્તાનના હિંદુઓએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ઘટના ગણાવી કાર્યવાહીની માંગ કરી

પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનને ભગવાન શિવના સ્વરૂપમાં દર્શાવવાના મામલે વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીથી લઈને સડક સુધી લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના હિંદુઓએ ઈમરાન ખાનને ભગવાન શિવના સ્વરૂપમાં દર્શાવવાના મામલાને પોતાની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ઘટના ગણાવીને કાર્યવાહીની માગણી કરી છે.

ઈમરાન ખાનની સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીરના મામલાને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ ગંભીરતાથી લીધી છે. આ મામલાની તપાસ પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટગેશન એજન્સી કરી રહી છે.

આ મામલામાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકર્તાઓનો હાથ સામે આવી રહ્યો હોવાના પણ મીડિયા અહેવાલ છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રમેશ લાલે કહ્યું છે કે ઈમરાન ખાનને શિવજીના સ્વરૂપમાં રજૂ કરવાનો મામલો ગંભીર છે. આ મામલે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના સ્પીકરે ગૃહ પ્રધાન તલાલ ચૌધરી પાસે રિપોર્ટ માંગ્યો છે.

પીપીપીના સાંસદ રમેશલાલે કહ્યું છે કે કોઈપણ ધર્મના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાની હરકત પાકિસ્તાનના બંધારણની વિરુદ્ધ છે. સોશયલ મીડિયા પર પણ હિંદુઓએ ઈમરાન ખાનને શિવજીના સ્વરૂપમાં દર્શાવવાના મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે.

પેશાવરના એક હિંદુ શહેરીએ ટ્વીટ કરીને કહ્યું છેકે જા હિંદુઓ પાકિસ્તાનમાં સમાન નાગરિક છે. તો આ શું છે? આમ કરવું ઈસ્લામમાં તો નથી. પાકિસ્તાની હિંદુઓ આની સામે કાર્યવાહી ચાહે છે. તેઓ પાકિસ્તાની છે. પરંતુ સૌથી પહેલા તેઓ હિંદુ છે. આ ફેસબુક પેઈજની વિરુદ્ધ તેઓ કાર્યવાહી ઈચ્છી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY