અંજારના ટપ્પર ડેમમાં ફલોરિંગ તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ

0
103

કચ્છ,
ઉનાળાના પગરવ સાથે જ સૌરાષ્ટ અને કચ્છમાં પાણીનો કકળાટ શરુ થઇ જતો હોય છે. તેમાય સુકા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા સરકારે કેનાલ વાટે અબજાનો ખર્ચ કરીને નર્મદા યોજનાથી પાણી આપવાનું આયોજન કર્યું છે. જાકે તંત્રની બેદરકારીથી પાણીના વેડફાટના દ્રશ્યો સર્જાતા રહે છે. ભચાઉમાં પાણીના વેડફાટના દ્રશ્યો હજુ તાજા છે ત્યારે અંજારના ટપ્પર ડેમમાં ફલોરિંગ તૂટતા પાણીનો વેડફાટ સર્જાયો હતો.
કચ્છના સુકા પ્રદેશમાં પીવાના પાણીની સુવિધા માટે ભચાઉ નજીક પમ્પીંગ સ્ટેશન શરુ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પમ્પીંગ સ્ટેશનમાંથી સૌપ્રથમ પાણી અંજારના ટપ્પર ડેમમાં છોડવામાં આવ્યું હતું અને આ ડેમમાં પાણીની આવકથી અંજાર અને ઓદ્યોગિક નાગર ગાંધીધામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવો આશાવાદ નાગરિકોએ સેવ્યો હતો. જાકે આ આશા ઠગારી નીવડી છે. અબજાના ખર્ચ બાદ પણ આયોજનના અભાવ અને તંત્રની બેદરકારીથી મહામૂલ્યવાન પાણીના વેડફાટ જાવા મળે છે. જેમાં થોડા દિવસ પૂર્વે જ ભચાઉ નજીક પાણીના ફુવારા ઉડ્યા હતા અને લાખો લીટર પાણી વેડફાયું હતું તો હવે અંજાર નજીકનો ટપ્પર ડેમમાં ફ્લોરિંગ તૂટતા હજારો લીટર પાણી વેડફાઈ જવા પામ્યું છે.
ટપ્પર ડેમ અંગે સિંચાઇ વિભાગના અધિક્ષક ઇજનેરે સાયફનની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટપ્પરનો ૧૮૦૦ મીટર લાંબો સાયફન એશિયામાં બીજા નંબરનો લાંબો સાયફન બન્યો છે. કચ્છ સિંચાઇ વિભાગ તરફથી મળેલી વિગતો મુજબ ટપ્પર ડેમમાં નર્મદાના નીર ઠલવાતાં કંડલા-ગાંધીધામ, આદિપુર, ગળપાદર, ટપ્પર, લાખાપર, વરસામેડી, મોડવદર સહિતની ૪,૦૦,૦૦૦ની વસ્તીને તેનો લાભ મળી રહે છે. ડેમની લંબાઇ ૪૨૬૭.૬૪ મીટર જેમાં ન્યુ લેફ્ટ સાઇટ ૧૨૪૫ મીટર જ્યારે રાઇટ સાઇડ ૩૫૩૦ મીટરનો સમાવેશ થાય છે. ત્યારે આવડા વિશાલ જળાશય સમાન ડેમનું ફ્લોરિંગ તૂટી જતા પાણીનો વેડફાટ સર્જાયો છે તો ભરઉનાળે આ ચાર લાખની વસ્તીને પીવાના પાણીનો પ્રશ્ન પણ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY