ઝારખંડ,
તા.૩૦/૦૩/૨૦૧૮
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ પેપર લીક વિવાદ વધી રહ્યો છે. દિલ્હીમાં હજી પણ સ્ટુડન્ટસ અને પેરેન્ટ્સનું પ્રદર્શન ચાલુ છે. બીજીબાજુ ઝારખંડથી ૬ વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધા છે. શુક્રવારના રોજ વિદ્યાર્થીઓએ સીબીએસઇ ઓફિસની બહાર તિરંગા ઝંડા લઇને પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાના નિર્ણયના વિરોધમાં સીબીએસઇ મેનેજમેન્ટની વિરૂદ્ધ જારદાર સૂત્રોચ્ચાર કર્યાં. દિલ્હી જ નહીં દેશના કેટલાંય શહેરોમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં છે. સ્ટુડન્ટસનો ગુસ્સો એ વાતને લઇ ને છે કે સીબીએસઇની ભૂલના લીધે તેમને પરેશાન થવું પડે છે.
મળતી માહિતી પ્રમાણે સીબીએસઇના કંટ્રોલર ઓફ એક્ઝામની પણ પૂછપરચ્છ થઇ છે. કહેવાય છે કે અત્યાર સુધી ૩૦થી વધુ લોકોની પોલીસ પૂછપરચ્છ કરી ચૂકી છે. તેમાંથી મોટાભાગના કોચિંગ સેન્ટરોમાંથી અભ્યાસ કરતાં કે કરાવતા છે. આ લોકો સાથે જાડાયેલ એક ડઝનથી વધુ મોબાઇલ ફોન જપ્ત પણ કરાઈ ચૂકયા છે. કોચિંગ સંચાલક વિક્કીને આજે પણ પૂછપરચ્છ માટે બોલાવ્યા છે. આપને જણાવી દઇએ કે ગઇકાલે પણ વિક્કીની પૂછપરચ્છ કરાઇ હતી.
સીબીએસઇ પેપર લીક કેસની તપાસ ઝારખંડ સુધી પહોંચી ગઇ છે. પેપર લીકમાં સામેલ થયાની શંકામાં છતરાના પોલીસ સ્ટેશનમાં પોલીસે ૬ લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરચ્છ કરાઇ રહી છે.
પેપર લીક કેસમાં તપાસનો રેલો ગૂગલ સુધી પહોંચ્યો
પેપર લીક મામલે વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન ગુગલ સુધી પહોંચી છે. આ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા ગૂગલની મદદ માંગવામાં આવી છે.
પેપર લીક મામલે દિલ્હી ક્રાઈમ બ્રાંચે હવે આ ઈમેલને લઈને ગૂગલ પાસે જવાબ માંગ્યો છે. આ મેલ જીમેલ આઈડીથી મોકલવામાં આવ્યો હતો અને તેમાં હાથથી લખેલા પ્રશ્નપત્રોના ફોટો પણ જાડવામાં આવ્યાં હતાં.
રાજધાની દિલ્હીની ક્રાઈમ બ્રાંચ પેપર લીક મામલે એક વ્હસલબ્લોઅરની પણ તપાસ ચલાવી રહી છે. કોઈ વ્હસલબ્લોઅરે જ સીબીએસઈ ચેરપર્સનને પરીક્ષાના કલાકો પજેલા જ એક વોર્નિંગ ઈમેલ કર્યો હતો.
બીજી બાજુ વોટ્સએપ પર પેપર શેર થવાના અહેવાલો વચ્ચે ક્રાઈમ બ્રાંચે ૧૦થી પણ વધારે વોટ્સએપ ગ્રુપ્સની ઓળખ કરી લીધી છે. જેમાં દરેકમાં ૫૦ થી ૬૦ સભ્યો હતાં. આ મામલે તપાસ અને પુછપરછ ચાલી રહી છે. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પેપર લીક મામલે વિદ્યાર્થીઓના ૫ ગ્રુપે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર સાથે પણ મુલાકાત કરી છે. ચેરમેનના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, સીબીએસઈની ભૂલની સજા બધા જ વિદ્યાર્થીઓને ના મળવી જાઈએ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"