પાટણ:
મળતી માહિતી અનુસાર જમીન વિવાદને પગલે સમીના એક ગામનો દલિત પરિવાર લાંબા સમય સુધી માંગ નહીં સંતોષતા આજે બપોરના સુમારે આત્મવિલોપનના બોર્ડ સાથે કચેરી સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસે બેનર લઈ લીધાની ગણતરીની મિનિટોમાં એક સામાજિક કાર્યકરે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી હતી. આગ પર કાબૂ મેળવીને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. જ્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ આ મામલે સરકારની ઉગ્ર ઝાટકણી કાઢતા તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માગણી કરી છે.
પાટણ કલેકટર કચેરીએ પરિવાર પહોંચ્યો હતો
સમી તાલુકા દુદખા ગામનો દલિત પરિવાર જમીન મામલે છેલ્લા છ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો હતો. પરંતુ ન્યાય ન મળતા આજે આત્મવિલોપનના બોર્ડ સાથે પાટણ કલેકટર કચેરીએ ધસી ગયા હતા. પોલીસની સુરક્ષા વચ્ચે પણ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગીને કલેક્ટર કચેરી તરફ દોડ મૂકી હતી. ફાયરફાયટર અને હાજર પોલીસ અને કચેરીના કર્મચારીઓએ તેની આગ બુઝાવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જીજ્ઞેશ મેવાણીએ કહ્યું, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક રાજીનામુ આપવું જોઈએ.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા અને દલિત નેતા, જિજ્ઞેશ મેવાણીએ આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું માગ્યું છે. વધુમાં મેવાણીએ કહ્યું હતું કે, તંત્રની બેદરકારીના કારણે ઊંઝા તાલુકાના સંનિષ્ઠ આંબેડકરવાદી ભાનુ ભાઈ વણકરે જમીનના એક ટુકડા માટે આજે પાટણ કલેક્ટર ઓફિસમાં કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. હાલ તેમના જીવનું પૂરેપૂરું જોખમ રહેલું છે. એક ગરીબ માણસ આ વ્યવસ્થામાં કઇ હદે ગૂંગળામણ અનુભવતો હોય છે તેનો આ વરવો દાખલો છે. ભાનું ભાઇ એ આ પગલું ભરવું પડયું તે રુપાણી સરકાર માટે કલંકરૂપ છે. સમગ્ર ગુજરાતના દલિતો આ મુદ્દે રોડ ઉપર ઉતરી આવે અને ઉનાકાંડ જેવા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સખત જરુર છે અને એવી મારી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ છે. પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેમને અગાઉ જાણ હોવા છતાં ભાનું ભાઈને રોકી શક્યા નહીં.
લોકમુખે ચર્ચા ચાલી હતી કે સરકારી કચેરીઓમાં જ્યાં સુધી વ્યવહાર ન થાય ત્યાં સુધી તમારું કામ નહી થાયની નીતિ કાયમ થઇ ગઈ છે. સરકાર જો સત્વરે કડક કાયદા નહિ લે તો આવનાર સમયે પરિસ્થિતિ વધુ વણશે એમ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"