પાટણના વારાહી નજીક ૭૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

0
84

પાટણ,
તા.૨૯/૦૩/૨૦૧૮

પાટણના વારાહી નજીક રૂપિયા ૭૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. મળતી માહિતી પ્રમાણે ભૂજના ઇઇસેલે આ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો.

દારૂ સાથે ભૂજ ઇઇ સેલે એક રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે વિદેશી દારૂ અને ટ્રેલર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વિદેશી દારૂ રાજસ્થાનથી કચ્છ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. જા કે સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધૂ પૂછપરછ હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા પાટણના સમાલપાટી વિસ્તારમાં આવેલ લડચી તલાવડી પાસે એક વાડામાંથી પણ ભૂજ રેન્જ પોલીસે રેડ પાડી હતી અને ત્યાંથી રૂપિયા ૩૩ હજારનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. જા કે તેમાં આરોપી નાસી છૂટ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY