પાટીદાર પર દમનના કેસ મામલે પંચે તપાસનો ધમધમાટ શરુ કર્યો

0
98

બોટાદ,
તા.૪/૫/૨૦૧૮

પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો પર દમનને લઈને તપાસ માટે રચાયેલ કે. એ.પૂજ પંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સૌ પ્રથમ બોટાદ જિલ્લાની પાસ ટીમે પ્રથમ સોગંદનામુ રજૂ કર્યુ છે. તેઓએ પોલીસ દમન વિરુદ્ધ દસ્તાવેજ રજૂ કર્યા છે. જેમાં ફોટોગ્રાફસ અને મેડિકલ સર્ટિફિકેટ છે. પાસ કન્વનર દિલીપ સાબવાએ સોગંદનામામાં વલ્લભીપુરના તત્કાલીન psi, બોટાદ lcb ના તત્કાલીન psi અને ના ૨ પોલીસ કોન્સ્ટેબલ સામે પગલાં ભરવા રજુઆત કરી છે. તેમણે સોગંદનામામાં પોતાના કપાળ પર પિસ્તોલ મુકીને એન્કાઉન્ટર કરવાના ઉપરથી આદેશ મળ્યા હોવાની વાત પણ કહી હતી.

પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓએ ઢોરમાર માર્યાનો પણ દિલીપ સાબવાએ આરોપ લગાવ્યો. આ સોગંદનામા સાથે જ જવાબદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરવામાં આવી છે. પૂજ તપાસ પંચ સમક્ષ નિવેદનો રજુ કરવાની આખરી તારીખ ૨૫ મે નકકી કરાઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY