ઉંઝા થી નીકળેલ પાટીદાર શહીદ યાત્રા આજે અચાનક નર્મદા ના રાજપીપલામાં સ્થગિત કરી દેવાઇ

0
198

સુરતમાં યાત્રા પર હુમલો થયા બાદ સુરક્ષાનાં કારણોસર યાત્રા સ્થગિત કરાઇ હોવાનો આક્ષેપ
રાજ્યની પોલિસ પણ પાટીદાર શહીદ યાત્રાને સુરક્ષા આપતી નથી નો આયોજકો નો આક્ષેપ

રાજપીપલા : ઉંઝા થી નીકળેલ પાટીદાર શહીદ યાત્રા આજે અચાનક નર્મદા ના રાજપીપલામાં સ્થગિત કરી દેવાઇ.ગત સાંજે સુરતમાં યાત્રા પર હુમલો થયા બાદ સુરક્ષાનાં કારણઓસર યાત્રા સ્થગિત કરાઇ જેમા રાજ્યની પોલિસ પણ પાટીદાર શહીદ યાત્રાને સુરક્ષા આપતી નથી નો આયોજકો નો આક્ષેપ સાથે યાત્રા સ્થગીત કરી દઈ પરત ફર્યા હત.

2015 માં પાટીદાર આંદોલન ઉગ્ર બન્યુ હતુ અને તેમાં ૧૪ જેટલા પાટીદારો શહીદ થયા હતા.બાદમાં આંદોલનકારી પાટીદારો દ્રારા ઉંઝા ઉમીયાધામથી ખોડલધામ સુધી શહીદ યાત્રાની શરૂઆત કરાઇ હતી.જેમાં યાત્રા ગત સાંજે સુરત ખાતે આવી પહોંચી હતી અને તેમાં આગેવાન હાર્દિક પટેલ પણ જોડાયા હતા.જે બાદ મોડી સાંજે સુરતમાં આ યાત્રા પર કેવ્ટલાક આજાણાયા લોકોએ હુમલો કર્યો હતો અને જે બાદ પોલીસ પ્રોટેકશન સાથે આ યાત્રા આજે નર્મદા જીલ્લામાં પ્રવેશી હતી અને અચાનક સાંજે પાસ અગ્રણી દીલીપ સાબવા અને નિલેશ એરવાડીયા સહીતનાં આગેવાનોએ એક ચર્ચા બાદ શહીદ યાત્રા રાજપીપલા ખાતે જ સ્થગિત કરી દેવાઇ છે.અને જ્યા સુધી ગુજરાત સરકાર યાત્રાને પુરતો બંદોબસ્ત ન ફાળવે ત્યાં સુધી આ યાત્રાને આગળ નહી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ બાબતે વધુ ખુલાસો અમદાવાદ ખાતે આવતીકાલે કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી છે.

પાસ આગેવાન દીલીપ સાબવા એ જણાવ્યું હતું કે પાટીદાર શહીદ યાત્રા રાજપીપલામાં રોકી દેવાઈ છે. ઊંઝા થી કાગવડ સુધી યાત્રાનું આયોજન થયું હતું. ગત રાત્રે યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે અને હવે પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાના કારણે યાત્રા સ્થગિત કરાઈ છે. સુરતમાં હુમલો થયો તે વખતે પોલીસ પણ હાજર હતી. પણ કસુ કરી શકી નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY