પીડિત પતિઓ દ્વારા પત્ની તરફી કાયદાની હોળી થઈ

0
189

અમદાવાદ,તા.૨૩
સમાજમાં દિન પ્રતિદિન મહિલાઓ અને પત્નીઓ દ્વારા દહેજ, ડોમેસ્ટીક વાયોલન્સ એકટ સહિતના મહિલાઓ તરફી કાયદાનો દૂરપયોગ પતિઓ અને તેમના પરિવારજનો વિરૂધ્ધ ચિંતાજનક હદે વધી રહ્યો છે. પત્નીઓ દ્વારા આ પ્રકારે કાયદાના બેફામ દૂરપયોગને લઇ સમાજમાં કેટલાય પરિવારો બરબાદ થઇ રહ્યા છે અને સમાજ ખતરનાક રીતે વિભકત થઇ રહ્યો છે..કારણ કે, છૂટાછેડા અને પત્ની દ્વારા બોગસ ફરિયાદો અને કેસોનું પ્રમાણ પણ એટલી જ હદે વધી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં અસારવા ખાતે અખિલ ભારતીય પત્ની અત્યાચાર નિવારણ સંઘ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ સહિત રાજયભરમાંથી સંખ્યાબંધ પતિઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. પત્ની પીડિત પતિઓ દ્વારા આજે આઝાદી દિવસ મનાવાયો હતો અને પત્ની તરફી કાયદાઓ અને જાગવાઇઓની હવન-યજ્ઞમાં હોળી કરવામાં આવી હતી. એટલું જ નહી, બંધ પાંજરામાંથી કબૂતર, ચકલી જેવા પક્ષીઓ ઉડાડી આઝાદીની મુકિતનો અહેસાસ કરાવતો અનોખો સંદેશો સમાજમાં પ્રસરાવ્યો હતો. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આશ્ચર્યજનક કાર્યક્રમોમાં અખિલ ભારતીય પત્ની અત્યાચાર નિવારણ સંઘના પ્રમુખ દશરથ દેવડા અને નિષ્ણાત તજજ્ઞોએ પત્ની પીડિત દુઃખી પતિઓને કાયદાની સમજ અને મહત્વની જાણકારી પણ પૂરા પાડયા હતા. કાર્યક્રમો દરમ્યાન પીડિત પતિઓ અને તેમના પરિવારજનો તરફથી દર્દનાક અને સમાજની વરવી વાસ્તવિકતા રજૂ કરતી હૈયાવરાળ ઠાલવવામાં આવી હતી કે, સમાજમાં હવે દિન પ્રતિદિન મહિલાઓ તરફી કાયદાનો દૂરપયોગ બેફામ રીતે વધી રહ્યો છે. જેમાં ભણેલા-ગણેલા પરિવારો પણ બાકાત રહ્યા નથી. દિકરીને પરણાવ્યા બાદ
લગ્નજીવનની નાની તકરારોમાં દિકરીને પોતાના ઘેર લઇ આવી માતા-પિતા દ્વારા તેને સહનશકિતની શીખ કે લગ્નજીવન ટકાવવાની સાચી શિખામણ આપવાના બદલે આખીય વાત અહમ અને ખબર પાડી દેવાની ખરાબ ભાવના સાથે જાડી દેવાય છે. બાદમાં પતિઓ અને તેમના પરિવારજનો વિરૂધ્ધ દહેજનો ૪૯૮(ક), ડોમેસ્ટીક વાયોલન્સ એકટ, મહિલા આયોગ સહિતના વિવિધ કેસો દાખલ કરી તેઓને કાનૂની ચક્કરમાં ફસાવી બ્લેકમેઇલ કરે છે અને પાછળથી સમાધાન કે છૂટાછેડાના બહાને મોટો તોડ કરાય છે. પતિઓ અને તેમના પરિવારજનો પાસેથી ભરણપોષણ પેટે પણ તગડી રકમ મેળવ્યા બાદ પણ પત્નીઓ અને તેમના પરિવારજનો માત્ર પૈસા આધારિત ખેલ જ ખેલે છે. જેમાં કોર્ટોના ચક્કર, માનસિક-આર્થિક ત્રાસથી કંટાળી છેવટે પતિઓ કે તેમના પરિવારજનો લાખો રૂપિયા ચૂકવવા મજબૂર બનતા હોય છે અને છેવટે ભરપાઇ ના થઇ શકે તેટલી હદે બરબાદ થઇ જતા હોય છે ત્યારે હવે સમાજ અને સમાજના જાગૃત નાગરિકોએ આગળ આવવાની જરૂર છે અને આ ખતરનાક સમસ્યાના નિરાકરણ માટે હકારાત્મક પહેલ કરી સમાજને જાડવાની અને કૌટુંબિક ભાવના વિકસાવવાની આપણી સાંસ્કૃતિક રચનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવી જાઇએ.
પીડિત પતિઓના કેટલાક વૃધ્ધ માતા-પિતાના કિસ્સાઓ સાંભળી તો ઉપÂસ્થત સૌકોઇની આંખોમાં એક તબક્કે રીતસરના આંસુ લાવી દીધા હતા. સંસ્થાના પ્રમુખ દશરથ દેવડાએ પણ આ સંવેદનશીલ મુદ્દે કોર્ટો અને ન્યાયતંત્રને સાચા અર્થમાં ન્યાય તોળવાનો જાહેર અનુરોધ કર્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY