પૈરાસિટામોલ એક એવી દવા છે જેનો ઉપયોગ તાવ અને શરીરમાં થતી જુદી જુદી પિડાને રોકવા માટે કરવામાં આવે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે. હકીકતમાં જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પૈરાસિટામોલનો ઉપયોગ કરે છે તે મહિલાના બાળકોને નુકસાન થાય છે. તેમના થનાર બાળકોની પ્રજનન ક્ષમતા પર માઠી અસર થાય છે. સ્કોટલેન્ડન એડિનર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા એક સપ્તાહ સુધી પ્રયોગશાળામાં માનવ અંડાશયને પેરાસિટામોલના સંપર્કમાં રાખ્યા બાદ અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. અબ્યાસમાં જાણવા મળ્યુ કે આશરે ૪૦ ટકા અંડાણુ કોશિકા મૃત થઇ ગઇ હતી. ડેલી મેલે શોધ કરનાર લોકોને ટાંકીને કહ્યુ છે કે જા તેની અસર ગર્ભાસ્ય પર થાય છે તો આનો અર્થ એ થાય છે કે સામાન્ય રીતે આ દવાના સંપર્કમાં આવનાર યુવતિઓના પ્રજનન ક્ષમતા પર તેની પ્રતિકુળ અસર થાય છે. પૈરાસિટામોલ અને આઇબ્યુફેન જેવી દવા પિડાને દુર કરવા માટે લેવામાં આવે છે. આ દવા કેટલીક રીતે નુકસાન કરે છે. આ દવા હાર્મોન પ્રોસ્ટેગ્લૈડિન ઇ૨ ના †ાવમાં અડચણો ઉભી કરે છે. તે હાર્મોન ભ્રુણના પ્રજનન તંત્રના વિકાસમાં ભૂમિકા અદા કરે છે. આ શોધ પૈરાસિટામોલ અને અન્ય પેઇન કિલર લેવાના સંભવિત ખતરાને દર્શાવે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"