હવે સરકાર આવક વધારવા આરોગ્યની પરમીટ પર આપવામાં આવતા વિદેશી દારૂ માંથી કમાણી કરશે. ‘”આંગળી ચાટી પેટ ના ભરાય “દર્દીઓ મા ભારે રોષ

2
7510

ગુજરાત સરકારે કહેવાય છે કે રાજ્યની આવક વધારવા ચોક્કસ પ્રકારના દર્દીઓને પરમીટ પર આપવામાં આવતા વિદેશી શરાબ પર 80 થી 100 ટકા જેટલો બમણો ભાવવધારો ઠોકી બેસાડી દર્દીઓની કમર ભાંગી નાખી છે

સુરત ખાતે આવેલ પરમીટ વાળી દુકાન ની મુલાકાત લેતા હાજર પરમિટધારકો માં ભારોભાર ભાવ વધારાનો વિરોધ નજરે પડ્યો હતો હાજર દર્દીઓએ ઉગ્ર સ્વરે કહ્યું હતું કે આ વધારા એબજેટ વિખી નાખ્યું છે કેમકે આવા પરમિટધારકો મહત્તમ અંશે 50 કે તેથી વધુ ઉંમરના હોય છે જેથી તેમનું બજેટ દવા અને દારૂ એમ કુલ હોય છે એક તરફ દવાના ભાવ વધી રહ્યા છે તો બીજીતરફ સરકારે દર્દીને મદદ મળતાં દારૂનો ભાવ વધારો ઠોકી બેસાડયો છે એનો ભારોભાર વિરોધ દેખાયો હતો . હાજર રહેલા દર્દીઓમાં એવો પણ સુર સંભળાયો હતો કે આના કરતાં તો બુટલેગર પાસેથી દારૂ લેવો સસ્તો પડે આમ સરકાર એક તરફ દર્દીઓ પ્રત્યે હમદર્દી બતાવે છે તો બીજીતરફ ખિસ્સા ખંખેરી રહી છે આ તો ક્યાંનો ન્યાય .વધુમાં એવો પણ સૂર ઉમેરાયો હતો કે સરકારી જો દારૂમાંથી જ કમાણી ઉભી કરવી હોય તો ગુજરાતમાં દારૂબંધી દૂર કરી કરોડો-અબજો ના વેચાતા ગેરકાયદેસર દારૂને કાયદેસર બનાવી ટેક્સ લઈ લે તો એ જ પૈસાથી ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં સારામાં સારી સગવડ ઉભી કરી શકે ,પરંતુ આ ભાજપ સરકારે દારૂબંધીના ઓથા હેઠળ બુટલેગરોની કમાણી કરવાનો કારસો રચ્યો હોય એમ લાગે છે .અન્યથા રોજ કરોડો નો દારૂ પકડાઈ જાય અને વરસે અબજોનો દારૂ વેચાય છે ,તો સરકાર “પાડાના વાંકે પખાલીને ડામ દેવો ‘ની વૃત્તિ છોડી દર્દીઓને બમણા ભાવે દારૂ વેચવાના બદલે સસ્તા ભાવે દારૂ આપે તો દર્દીઓનું બજેટ ન ખોરવાય

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન સુરતમાંથી કેટલાક માથાભારે ઇસમોએ આરોગ્યની પરમિટ કઢાવી પરમિટ પર મળતો દારૂ બારોબાર વેચી દેવાનો કારસો પકડાયો હતો જેની નોંધ લેવાતા વિધાનસભામાં તાત્કાલિક પરિપત્ર બહાર પાડી નશાબંધી વિભાગને નવા પરમીટ ન આપવા અને જુના પરમિટ રીન્યુ ન કરવા સૂચના અપાઇ છે કહેવાય છે કે આમ કરી સરકારે આરોગ્યની પરમીટ પર રોક લગાવી દીધી છે એક તરફ કહેવાતી છૂપી પરમિશન ની આડમા કરોડોનો બેનંબરી દારૂ ગાંધીના ગુજરાતમાં વેચાય છે ત્યારે મસમોટા હપ્તા ખવાય છે જેને રોકવાના બહાના હેઠળ આરોગ્યની પરમીટવાળા ને દંડવા એ ક્યાંનો ન્યાય કેટલાક મધ્યમ વર્ગના દર્દીઓ એમ પણ કહે છે કે હવે તો બુટલેગરનો ગેરકાયદે દારૂ પીવું જ પડશે પછી ભલે જે થવાની હોય તે થાય જો આમ થાય તો બુટલેગરને લીલાલેર થાય અને દર્દીઓ જલદી ઉપર જાય!
હવે જોવાનું એ રહેશે કે તેઓ દર્દી સાથે છે કે બુટલેગર સાથે એક તરફ આવકની બુમરાણ મચાવી છે બીજી તરફ બુટલેગરો બે નંબરનો દારૂ વેચે છે તો સરકાર સામાટે દારૂબંધી છુટી કરી આવક ઊભી કરતી નથી આ તમામ હકીકત જોતા આવનારા દિવસોમાં પારમિટ ધારક દર્દીઓ કેવું વલણ અપનાવે છે એ તો સમય જ બતાવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ભાવ વધારા ની અસર પર્યટન ક્ષેત્રે પણ પડી શકે !!

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

2 COMMENTS

  1. પકડાએલ દારુના જથ્થાને નાશ કરવા કરતા હરાજી કરી પુષ્કળ કમાણી થય શકે છે’.
    વપકડાયેલા વાહનો, ને પણ ૪/૬માસમાં દંડ સઇ કે હરાજી કરી જલડી છુટા કરી કમાણી કરો,,

LEAVE A REPLY