૧૧ દિવસ બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો

0
170

ન્યુ દિલ્હી,તા.૧૬
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી આવતી સ્થિરતા અને વધારા પર સોમવારે બ્રેક લાગી છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૦થી ૧૧ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો ડીઝલની કિંમત ૧૩થી ૧૫ પૈસા ઓછી થઇ છે.
છેલ્લા અઠવાડિયે કાચા તેલમાં આવેલી નરમી અને રૂપિયામાં મજબૂતીનો ફાયદો પેટ્રોલ અને ડીઝલની ઓછી કિંમતની રીતે જાવા મળ્યો. સોમવારે દિલ્લીમાં પેટ્રોલ ૭૬.૮૪ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઇની વાત કરીએ તો ૮૪.૨૨ રૂપિયા પ્રતિ લીટર તેની કિંમત છે. ચેન્નાઇમાં ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લીટરનું પેટ્રોલ મળી રહ્યુ છે. કોલકાતામાં ૭૯.૮૧ રૂપિયા છે.
સોમવારે ડીઝલ દિલ્લીમાં ૬૮.૪૭ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં ૭૧.૦૩, મુંબઇમાં ૭૨.૬૫ રૂપિયા અને ચેન્નાઇમાં ૭૨.૨૮ રૂપિયા પ્રતિ લીટર મળી રÌšં છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં આંતરરાષ્ટÙીય બજારમાં તેલની કિંમતોમાં અંદાજે ૬ ટકા ઘટાડો થયો હતો. આ ઉપરાંત રૂપિયો પણ ડાલરનાં મુકાબલે ૬૮.૫૨નાં સ્તરે આવી ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY