ફોટા વાયરલ કરવાની ધમકી આપી સંબંધ બાંધવા દબાણ

0
364

અમદાવાદ,તા.૩૦
અમદાવાદમાં નિર્ભયાકાંડના બનાવની ચકચાર હજુ શાંત નથી થઇ ત્યાં વધુ એક યુવતીને તેના બોયફ્રેન્ડ દ્વારા જાતીય સતામણીનો કિસ્સો સામે આવતાં ભારે ચર્ચા ચાલી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતી યુવતીને તેના મિત્રએ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાની ઘટના સામે આવતાં પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ શરૂ કરી છે. મિત્રતા તોડી નાખવા છતાં યુવક દ્વારા હેરાનગતિ અને ત્રાસ ચાલુ રહેતાં આખરે યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. પોલીસ સમક્ષ માફી માગવા છતાં પરેશાન કરતાં યુવતીએ ફરિયાદ નોંધાવતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપી યુવકને ઝડપવા તજવીજ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને કોલેજના ત્રીજા વર્ષના અભ્યાસ કરતી જિયા (નામ બદલેલ છે) એ-વન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મિત્ર મારફતે સ્કૂલની બહાર મિત્રો સાથે બેસતા અક્ષય શ્રીમાળી (રહે. ભોઈવાડાની પોળ, દિલ્લી ચકલા) સાથે મિત્રતા થઇ હતી. કોલેજમાં પણ આવતાં-જતાં તેની સાથે વાતચીત થતી હતી. અક્ષયનું વર્તન સારું ન લાગતાં જિયાએ મિત્રતા તોડી નાખી હતી. મિત્રતા તોડી નાખવા છતાં અક્ષય કોલેજની બહાર આવ-જા કરી તેને પરેશાન કરતો હતો અને એક્ટિવા રોકી જબરદસ્તી વાતચીત કરવા તથા બહાર ફરવા માટે જણાવતો હતો. મોડી રાતે ફોન કરીને તેમજ વોટ્‌સએપ પર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ બાબતે જિયાએ અક્ષયનાં માતા-પિતા અને મામાને ફોન કરીને જણાવ્યું હતું, છતાં હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. એક વર્ષ અગાઉ થલતેજ નજીક જિયાને હેરાન કરતાં તેણે મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી. પોલીસ આવતાં અક્ષયે માફી માગી લેતાં તેને જવા દીધો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY