પોઇચા રાજપીપલા હાઇવે રોડ પર બાઈક ચાલક ના દસ લાખ ભરેલ થયેલા ની દિલધડક લૂંટ.

0
241

ડભોઈ તાલુકાના મંડાળા ગામની કોટન મિલ ના સુપરવાઈઝર ડભોઈ થી રાજપીપલા બાઈક પર દસ લાખ રોકડા લઈ આવતા હતા ત્યારે બે લૂંટારા એ લૂંટ કરી

રાજપીપલા: ડભોઈ તાલુકાના મંડાળા ગામની માં શક્તિ કોટન મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ફરિયાદી કિશોર તારાચંદ શર્મા ગતરોજ ડભોઈ થી બાઈક પર વિમલના થેલામાં દસ લાખ રૂપિયા જેટલી માતબર રોકડ લઈ રાજપીપલા આવતા હતા તે દરમિયાન સાંજે લગભગ પોણા આઠ વાગ્યે પોઇચા રાજપીપલા હાઇવે પર પહોંચતા જ પાછળ થી બાઈક પર આવતા બે યુવાનો એ ફરિયાદી ની બાઈકને લાત મારી ફરિયાદી રોડ પર પડી જતા બંને લૂંટારાઓ દસ લાખ ભરેલો થેલો લઇ નાસી છૂટ્યા હોવાની ફરિયાદ કિશોર શર્મા એ રાજપીપલા પોલીસ સ્ટેશને આપતા પોલીસે ગુનો નોંધી બે અજાણ્યા બાઈક પર આવેલા લૂંટારા ની શોધખોળ શરુ કરી છે તપાસ ટાઉન પી આઈ ડી બી શુકલ કરી રહ્યા છે .
અત્રે એ ઉલ્લેખનીય છે કે
સાંજના સમયે કથિત લૂંટવાળી જગ્યાએ ટ્રાફિક હોય છે?અને આટલી મોટી રકમ લઇ ફરિયાદી સાંજે ક્યાં અને કોને એકલા આપવા નીકળેલ તે પણ તપાસ નો વિષય છે

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY