ડેડીયાપાડાના મૉસ્ફુટ ગામે પુત્ર એ પિતાને ઢોર માર મારતા પિતા નું મોત,હત્યાનો ગુનો દાખલ 

0
106

મામૂલી ઝગડા માં પ્રથમ પિતા એ પુત્ર ને કુહાડી મારી ઇજા કર્યા બાદ ઉશ્કેરાયેલા પુત્ર એ પણ પિતાને લાકડી થી ઢોર માર મારતા મોત

પિતાનું મોત જયારે પુત્ર ગંભીર ઇજા બાદ ડેડીયાપાડા ના સરકારી દવાખાને સારવાર હેઠળ 

રાજપીપલા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મૉસ્ફુટ ગામે રહેતા શાંતિલાલ હોનિયા વસાવાને તેના પુત્ર રાકેશ શાંતિલાલ વસાવા એ જણાવ્યું કે તમે કેમ કાલે ઘર ની પાછળ ગોદડી અને ઘાસ ના પૂળા સળગાવ્યા હતા એમ કરતા આપણું ઘર સળગી જાતે તો તેવો ઠપકો આપતા અકળાયેલા પિતા એ પુત્ર ને કુહાડી માથામાં મારતા ઇજા થઈ હતી ત્યાર બાદ ઉશ્કેરાયેલા પુત્ર રાકેશ એ પણ રાત્રે ઘરના ઓટલા પર ખાટલો નાખી સુતેલા પિતા પર લાકડી થી માર મારી છાતી સહીત શરીરે ઈજાઓ પોહ્ચાડતા તેમનું મોત થયું હોવાની ફરિયાદ મરનાર શાંતિલાલ ની પત્ની અને રાકેશ ની માતાએ ડેડીયાપાડા પોલીસ મથકે આપતા પોલીસે પુત્ર રાકેશ વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

પિતા ને ઢોર માર મારનાર પુત્ર રાકેશ હાલ દેડિયાપાડા ના સરકારી દવાખાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે અને આગળની તપાસ ચાલુ હોવાનું તપાસ કરનારા ડેડીયાપાડા પી એસ આઈ વી .એસ.ગઢવી એ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY