પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર મહારાષ્ટ ૧૮મું રાજ્ય

0
128

મુંબઈ,
તા.૨૬/૦૩/૨૦૧૮

મહારાષ્ટ સરકારે પ્લાસ્ટિકની થેલીઓ અને થર્મોકોલની કટલરી ચીજાના ઉત્પાદન અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય લાગુ કરનાર તે દેશમાં ૧૮મું રાજ્ય બન્યું છે. આ નિયમનો ભંગ કરનાર ઉત્પાદકો તથા વપરાશકારોએ રૂ. ૫,૦૦૦નો દંડ ભરવો પડશે.

રાજ્યના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમ (શિવસેના)એ કહ્યું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ રોગોને જન્મ આપનારું મોટું કારણ છે. એટલે જ સરકારે આ નિર્ણય લીધો છે.

મહારાષ્ટમાં દરરોજ ૧,૧૦૦ ટન કચરો તૈયાર થાય છે. એમાં પ્લાસ્ટિકનો ભાગ મોટો હોય છે. રોગોના ફેલાવા પાછળ આ જ મોટું કારણ છે. દેશમાં ૧૭ રાજ્યોમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. મહારાષ્ટ ૧૮મું રાજ્ય છે.

કદમ (ઉપરની તસવીરમાં કાળા કોટમાં)એ વધુમાં કહ્યું કે ડેકોરેશન માટે વપરાતા થર્મોકોલ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકના ઉત્પાદકોને અપીલ છે કે તેઓ હવે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ બનાવે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY