નર્મદા પોલીસ વિભાગ માં સ્ટાફ ની અછત થી પોલીસ જવાનોને સતત કામનું ભારણ હોય હાર્ટ અટેક થી મોત ની વધતી ઘટના ચિંતાજનક 

0
2401

પોલીસ હેડ ક્વાટર ના મહેકમ માટે  ગૃહ વિભાગ માં વારંવાર દરખાસ્તો કરવા છતાં મહેકમ મંજુર ન થતા સ્ટાફ ની અછત હાલ  ફરજ બજાવતા કર્મચારીઓ માટે ખતરારૂપ.

રાજપીપલા: નર્મદા પોલીસ વિભાગ માં લાંબા સમય થી સ્ટાફ ની ઘટ ના કારણે સતત નોકરી કરી પરિવાર થી દૂર રહેતા અને ઉજાગરા કરી ઉપરાછાપરી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ના માથે બીમારીઓ ની હારમાળા જોવા મળે છે જેમાં ખાસ કરીને મોટાભાગના જવાનો ના હાર્ટએટેક ના કારણે મોત થતા, પાછળ તેમના પરિવારો નું ભાવિ અંધકારમય બની જાય છે ત્યારે શહેર કે જિલ્લા માં કાયદો યવસ્થાની જવાબદારી સાંભળતા આ કર્મચારીઓ લોકોનું રક્ષણ કરવા પોતાના પરિવાર ની પરવાહ કરતા નથી ત્યારે સરકારે આ માટે ગંભીર બની નર્મદા જેવા તમામ જિલ્લામા જ્યાં પોલીસ નો સ્ટાફ ઓછો હોય ત્યાં તાત્કાલિક પૂરતો સ્ટાફ મુકવો જોઈએ નહિ તો આવનારા વર્ષો માં કોઈ પરિવાર ના યુવાનો આ હાલત જોઈ પોલીસ ખાતા માં ભરતી થતા પહેલા ગંભીર વિચાર કરશે અને ક્યારેક એવી સ્થિથી આવશે કે કોઈ પોલીસ ખાતા ભરતી નહિ થાય .

સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ 1960 ના વર્ષ માં મહારાષ્ટ્ર માંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે મહારાષ્ટ્ર માં આરામ કે અનારામ પોલીસ ન હતી તો ગુજરાત માંજ બે ભાગ કેમ …!? 1997 થી નર્મદા જિલ્લો અલગ બન્યો ત્યાર થી આજદિન સુધી પોલીસ હેડકવાર્ટર નર્મદાનું મંજુર મહેકમ મંજુર થયું નથી તેના કારણે હથિયારી પોલીસ જવાનો પ્રમોશન થી વંચિત છે જયારે આ જિલ્લા માથી જે હથિયારી પોલીસ જાહેરહિતમાં આંતર જિલ્લા બદલી કરાવી છોટાઉદેપુર જિલ્લા માં સિનિયોરીટી જવાની શરતે ગયા છે તેમને પ્રમોશન મળ્યું છે જયારે નર્મદા માં ભરતી થયેલ હથિયારી પોલીસ કર્મચારીઓને પ્રમોશન ના ફાંફા છે ત્યારે એક તરફ કામનું સતત ભારણ અને પ્રમોશન ના વાંધા ની સાથે નર્મદા માં ફરજ બજાવતા પોલીસ કર્મિયો ને માથે હંમેશા મોત નો ડર હોય ગૃહ વિભાગ આ બાબતને ગંભીતાથી લઈ સ્ટાફ ની ભરતી કરે તે યોગ્ય પગલું ગણાશે.

“નવા ડી .જી.ની નવી કાર્ય પદ્ધતિ આવકારદાયક પરંતુ પોલીસ ખાતાની તકલીફો ક્યારે હલ થશે ..?!,”

નવા ડી .જી.એ જણાવેલી તેમની નવી કાર્યશેલી ઘણા અંશે આવકારદાયક છે જેમાં ખાસ દરેક પોલીસ સ્ટેશનો માં ફરિયાદ સમિતિ બનાવવી જેનો મુખ્ય ઉદ્દેશ પોલીસ ખાતાની જ તકલીફો બાબતે રજુઆત કરી તેને દૂર કરવા માટેનો છે ત્યારે નર્મદા જિલ્લા જેવા અન્ય જિલ્લાઓ માં સ્ટાફ ની અછત દૂર કરી કામના કલાકો ઘટાડી પોલીસ કર્મચારીઓ પાસે કામ કરાવી કસરત કરાવવી એના કરતા અમુક આરામ આપી તેમના સ્વાથ્ય ની ચિંતા કરવી જરૂરી જણાય છે સાથે સાથે દરેક પોલીસ અધિકારીઓને વર્ધી પહેરવાની ડી .જી .ટકોર પણ આવકારદાયક છે .પરંતુ સતત કામના ભારણ નીચે વ્યસ્ત રહેતા કર્મચારીઓ ને અમુક રાહત મળે તે જરૂરી છે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY