નર્મદા માં નાયબ જિલ્લા પોલીસ વડા ની પણ સલામતી નથી ..?! બુટલેગરો બેફામ …!?

0
307

કેવડિયા ડી વાય એસ પી અચલ ત્યાગી અને ગરુડેશ્વર પી એસ આઈ એમ બી વસાવા સહીત ની પોલીસ ટીમ પર પથ્થરમારો થયો

 

પ્રોહોબીસનની રેડમાં જતી ગરુડેશ્વર પોલીસ પર         પથ્થર મારો કરી પોલીસ વાહનો ને નુકશાન

રસ્તા પર અવરોધ ઉભો કરી,10 જેવા લોકો જંગલ ની ઝાડીયો માં છુપાય ને પથ્થરમારો ક્યો ,બુટલેગરો ની દાદાગીરી સામે અનેક સવાલ …?!

રાજપીપલા: નર્મદા જિલ્લા માં હાલ એક બાદ એક દારૂ જુાર પર પોલીસ ત્રાટકી રહી છે ત્યારે બેનંબરિયાઓની ઊંઘ હરામ થતા જિલ્લામાં મોટાભાગના ગેરકાયદેસર ધંધા બંધ થતા અસામાજીક તત્વો બોખલાય ગયા છે ત્યારે ગતરોજ ગરુડેશ્વર પોલીસ એક દારૂની રેડ કરવા જતા જંતર ગામથી ગડી તરફ જવાના કાચા રસ્તા પર નાના મોટા પથ્થરો મૂકી અવરોધ ઉભો કરતા પોલીસ ની ટીમ વાહનો સાથે ત્યાં અટકતાંજ ડુંગર ની જાડીઓ માં છુપાયેલા 10 જેવા લોકો એ પોલીસ પર પથ્થરમારો ચાલુ કર્યો જેમાં સદનસીબે કોઈ પોલીસ ને ઇજા નથી થઈ પરંતુ પોલીસ ના સરકારી વાહનો ને નુકસાન થયું હતું જેમાં ગાડી નં,GJ 22 G 0123 ના કાચ તોડી બોડીને ગોબા પડ્યા તેમજ બીજી ગાડી નં,GJ 18 GA 1026 ની જાળી તોડી પબ્લિક પ્રોપર્ટી ને નુકશાન કરતા 10 જેટલા ઈસમો વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ શરુ કરી છે .તપાસ ગરુડેશ્વર પી એસ આઈ એમ .બી .વસાવા કરી રહ્યા છે .
ગરુડેશ્વર પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ આ રેડ માં કેવડિયા ડી વાય એસ પી અચલ ત્યાગી અને ગરુડેશ્વર પી એસ આઈ એમ બી વસાવા પણ પોલીસ ટીમ માં હતા ત્યારે પથ્થરમારો કરી પોલીસ ને બાનમાં લેવા પ્રયાસ થાય એ ગંભીર બાબત છે બુટલેગરો સામે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY