પાંડેસરામાં હવા અને પાણીના સેમ્પલ લીધા બાદ આજથી સચિન જીઆઈડીસીની મુલાકાત લેવાશે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાનિક કચેરીમાં ચાલી રહેલી લોલમલો વચ્ચે વીતેલા એકાદ સપ્તાહથી કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગની કમિટીએ થર્ડ પાર્ટી ઇવેલ્યૂએશન માટે સુરતમાં ધામા નાખતા સ્થાનિક અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. પાંડેસરા અને સચિનમાં હવા પાણી પ્રદુષણનો કયાસ કાઢવા કમિટીએ સેમ્પલ લઈ તળિયાઝાટક તપાસ શરૂ કરતાં ઉઘરાણામાં ‘સૂરા’ અધિકારીઓમાં ફફડાટ મચ્યો છે.
સુરત શહેર અને જિલ્લામાં રોજબરોજ ઇન્ડસ્ટ્રીઝનું પ્રદૂષણ વધી રહ્યું છે. શહેર અને જિલ્લામાં કેટલાક ઔદ્યોગિક એકમો ખુલ્લેઆમ હવામાં ઝેરી વાયુ અને જમીન ઉપર ખુલ્લામાં ઝેરી પાણી છોડી લોકોના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે. શહેરમાં પાંડેસરા અને સચિન સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલા આવા એકમોની અવારનવાર વિઝીટ લઈ પ્રદૂષણની ચકાસણી કરવાનું કામ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાનિક કચેરીનું છે પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાનિક કચેરીનો કારભાર વિતેલા કેટલાક સમયથી અંધેર થઈ ગયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"