પ્રદિપ શર્મા ફરી સકંજામાં : ભાવનગરના કેસમાં એસીબીની ધરપકડ

0
116

અમદાવાદ,
તા.૯/૩/૨૦૧૮

સરકાર અને પૂર્વ આઈએએસ પ્રદીપશર્મા વચ્ચે સંતાકૂકડી ચાલતી હોય તેમ એક કેસમાંથી દોઢ વર્ષ બાદ પ્રદિપશર્માને જામીન મળ્યા છે ત્યારે આજે એસીબીએ બીજા કેસમાં તેમની ધરપકડ કરી લીધી છે. સરકાર અને આ સનદી અધિકારી વચ્ચે ધણા સમયથી વિખવાદ ચાલતો આવે છે. આજે પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માની એસીબી દ્વારા ધરપકડ કરાઈ છે. આલ્કોક-એશડાઉન લિમિટેડ કંપનીમાં લીધેલા નાણાં મામલે ફરિયાદ થઈ હતી. જે સંદર્ભે ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ હતી. આવતીકાલે ભાવનગર કોર્ટમાં લઇ જવાશે. પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માએ ૨૫ લાખનો લાભ લીધો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આલ્કોક એશડાઉન એ રાજ્ય સરકારનું સાહસ છે. જે ભારતીય કંપની ધારા ૧૯૫૬ હેઠળ સ્થાપવામાં આવેલી રાજ્ય સરકારની કંપની છે. જેનું મુખ્ય કામ જુદીજુદી જાતનાં વહાંણોના બાંધકામ અને રીપેરીંગનું છે. ૧૯૮૨માં સ્થપાયેલી આ કંપનીમાં ૨૫ લાખનો લાભ લીધો હોવાની વિગતો પ્રકાશમાં આવતાં પ્રદિપ શર્મા આ કેસમાં વધુ ભરાય તેવી શક્યતા છે.

વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણી કરી સરકારી તિજારીને નુકસાન પહોંચાડી હવાલા મારફતે પોતાની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના ચકચારભર્યા મની લોન્ડરીંગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આખરે પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. હાઇકોર્ટ દ્વારા આખરે જામીન અપાતાં પ્રદીપ શર્માને આ ચકચારી કેસમાં બહુ મોટી રાહત મળી છે કારણ કે, તેઓ દોઢેક વર્ષથી સાબરમતી જેલમાં હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY