વડોદરા,
તા.૨૪/૦૩/૨૦૧૮
ડ્રાઇવિંગ માટે જાગૃતિ લાવવાનો વડોદરા પોલીસનો નવો પ્રયાસ
રાતોરાત પોતાની આંખ મારવાની અદાથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર મલયાલમ અભિનેત્રી પ્રિયા વારિયરની તસવીરથી વડોદરા પોલીસ દ્વારા કલાત્મક્તા સાથે એક સંદેશો બહાર પાડવામાં આવ્યો છે. તેની આ તસવીરની મદદથી વડોદરા પોલીસ યુવાનોમાં ડ્રાઇવિંગ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ તસવીરમાં લખવામાં આવ્યું છે કે આંખના એક પલકારમાં અકસ્માત થતો હોય છે. ધ્યાન ભટકાવ્યા વગર સાવચેતીપૂર્વક ડ્રાઇવ કરો. હાલમાં આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.
જાવા જઇએ તો ઇન્ટરનેટ પર આ પ્રથમ પ્રયાસ નથી કે પ્રિયાની તસવીર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે. આ અગાઉ પણ ટ્વીટરઅને ફેસબુકના માધ્યમથી યુવાન છોકરા-છોકરી સુધી અનેક વખત પહોંચવાનો પ્રયાસ કરાયો છે. આ સાથે જ વડોદરા પોલીસે સાવધાની માટે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો જાઇએ.
પ્રિયંકા વારિયરની આ તસવીરની મદદથી વડોદરા પોલીસ યુવાનોમાં ડ્રાઇવિંગ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે
મુંબઇ અને બેંગલુરુ પોલીસની મદદથી વડોદરા પોલીસ દ્વારા આ કેમ્પેનની શરુઆત કરવામાં આવીન છે. જેથી તેમનો સંદેશો સમગ્ર યુવા વર્ગ સુધી પહોંચી શકે. આ અગાઉ મુંબઇ અને બેંગલુરુ પોલીસ દ્વારા અનેક સામાજિક મુદ્દાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં નશો, ડ્રાઇવિંગ, સાઇબર ક્રાઇમ, મહિલાઓની સુરક્ષા જેવા કેમ્પએન્સ હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"