ક્વાન્ટિકો શોના શુટિંગ વેળા પ્રિયંકા ચોપડા ઇજાગ્રસ્ત થઇ

0
129

પ્રિયંકાના ઘુંટણમાં ઇજા થયા બાદ આરામ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૨૮
બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા અમેરિકી લોકપ્રિય શો ક્વાન્ટિકોના શુટિંગ દરમિયાન ઘાયલ થઇ છે. જેના કારણે તેને બે ત્રણ સપ્તાહ સુધી આરામ કરવાની ફરડ પડી શકે છે. જા કે પ્રિયંકાએ આ સબંધમાં વધારે માહિતી આપી નથી. પ્રિયંકા ચોપડા હાલમાં ક્વાન્ટિકો-૩ માટે શુટિંગ કરી રહી છે. તેની સિઝનના તમામ એપિસોડ સુપરહિટ સાબિત થયા બાદ તે ભારે ખુશ છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ક્વાન્ટિકોના સેટ પર ઘાયલ થયા બાદ તે આરામ પર છે. પ્રિયંકાએ પોતે આજે ટ્‌વીટર પર કહ્યુ હતુ કે શુટિંગ દરમિયાન તે ઘાયલ થઇ ગઇ છે. તેની સાથે સેટ પર એક ફિજિયોલોજિસ્ટ પણ છે. તેના ઘુટણ પર થયેલી ઇજાને ઠીક થવામાં ઓછામાં ઓછા બે સપ્તાહનો સમય લાગી શકે છે. એલેક્સ ક્વાન્ટિકોમાં ફરી એકવાર આવી ગઇ છે. આ પહેલા પ્રિયંકાએ એક ટ્‌વીટમાં કહ્યુ હતુ કે ઇટાલીમાં શુટિંગ દરમિયાન તે મુખ્ય કલાકારો પૈકી એક કલાકાર તરીકે હતી. જેથી તે ક્રુની સાથે રાત્રી ગાળામાં બહાર ગઇ હતી. જ્યારે તેઓએ ટસ્કન વાઇન વધારે પ્રમાણમાં પી લીધી હતી. ક્વાન્ટિકોમાં પ્રિયંકાએ એલેક્સ પેરિશની ભૂમિકા અદા કરી છે. જે એફબીઆઇ સાથે સંબંધ ધરાવે છે. બોલિવુડની વાત કરવામાં આવે તો પ્રિયંકા પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં સલમાન ખાનની ફિલ્મ ભારતમાં તે લીડ રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મનુ નિર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યા છે. સલમાન સાથે તે પહેલા પણ કેટલીક ફિલ્મ કરી ચુકી છે. જેમાં મુઝસે શાદી કરોગી અને અન્ય ફિલ્મો સામેલ છે. તેમની હોટ જાડીને લઇને ચાહકો પણ આશાવાદી છે. સલમાન ખાન હાલમાં રેસ-૩ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જ્યારે આ ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી લીધા બાદ તે ભારતમાં વ્યસ્ત થશે. આ પણ મોટી ફિલ્મ રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY