નિફ્ટી ૬૧ અંક ઘટી ૧૦૬૧૮ પર બંધ
મુંબઈ,તા.૪
સપ્તાહના છેલ્લા દિવસે પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો આવ્યો હતો. શુક્રવારે સવારે સેન્સેક્સ ખુલતામાં ૧૦૦ પોઇન્ટ વધીને ૩૫,૨૦૬.૫૫ સુધી ગયો હતો પરંતુ ફાર્મા, ઓટો, એફએમસીજી, ઇન્ફ્રા અને મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો આવ્યો હતો. સેશનના અંતે સેન્સેક્સ -૧૮૭.૭૬ (-૦.૫૩%) પોઇન્ટ ઘટીને ૩૪,૯૧૫.૩૮ પર બંધ રહ્યો છે. નિફ્ટી -૬૧.૪ (-૦.૫૭%) પોઇન્ટ ઘટીને ૧૦,૬૧૮.૨૫ પર બંધ થઇ છે. સેન્સેક્સમાં સન ફાર્મા સૌથી વધુ ૩ ટકા તૂટ્યો હતો.
સેન્સેક્સમાં ૩૦માંથી ૨૦ શેરો ઘટીને બંધ રહ્યા છે. તેમાં સન ફાર્મા ૨.૯૫ ટકા તૂટીને ટોપ લુઝર રહ્યો હતો. જાકે, માર્કેટમાં ઘટાડો આઇટીસી, એચડીએફસી, રિલાયન્સ અને એક્સિસ બેન્ક ૨.૩૭ ટકાથી ૦.૯૦ ટકા ઘટી જવાથી વધ્યો હતો. અન્ય ઘટેલા શેરોમાં વધેલા શેરોમાં યસ બેન્ક, બજાજ ઓટો, કોલ ઇન્ડિયા, ભારતી એરટેલ, એમએન્ડએમ, મારુતિ, ઇન્ફોસીસ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી ૨.૪૩ ટકાથી ૦.૭૨ ટકા વચ્ચે ઘટ્યા હતા.
સેન્સેકસમાં વધેલા શેરોમાં અદાણીપોર્ટસ ૨.૮૭ ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો છે. ઉપરાંત એચયુએલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, પાવરગ્રિડ, ટાટા મોટર્સ ૦.૯૦ ટકાથી ૦.૨૪ ટકા વધ્યા છે.
માર્કેટમાં ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ ૧.૬૬ ટકા તૂટ્યો છે. તે ઉપરાંત ઓટો, એફએમસીજી અને મેટલ ૧ ટકા ગબડ્યા છે. ઉપરાંત ઇન્ફ્રા, મીડિયા અને એનર્જી ૦.૬૨ ટકા સુધી ઘટ્યા છે.
અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલના શેરમાં સવારે ૩.૪૨ ટકા ઊછાળો આવ્યો હતો અને તે રૂ.૪૧૮ સુધી વધ્યો હતો. કારણ કે કંપનીએ તેના આફ્રિકન બિઝનેસને શેરબજારમાં લિસ્ટ કરાવવા ૨૫ ટકા હિસ્સો વેચીને ૧.૫ અબજ ડોલર એકઠા કરવાની યોજના બનાવી છે. આ સમાચારથી શેરમાં ઊછાળો આવ્યો હતો. જાકે, પછી ઊછાળે પ્રોફિટ બુકિંગ આવતા શેર ૨ ટકા ઘટીને રૂ.૩૯૬,૬૦ પર બંધ રહ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"