પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પર વિદ્યાર્થીએ જૂતુ ફેંક્યુ

0
95

ઈસ્લામાબાદ,
તા.૧૧/૦૩/૨૦૧૮

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર એક વ્યક્તિએ જૂતું ફેંકી દીધું. આ વ્યક્તિ જામિયા નીમિયાના પૂર્વ વિદ્યાર્થી છે અને કથિત રીતે તહેરીક-એ-લબ્લેક કે રસૂલ અલ્લાહ ના સભ્ય પણ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ પર એ સમયે જૂતું ફેંકાયું જ્યારે તેઓ એક સ્કૂલમાં કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા.

‘જિયો ટીવી’ના મતે નવાઝ જેવા મંચ પર કાર્યક્રમમાં સામેલ લોકોને સંબોધિત કરવા પહોંચ્યા, તો ઓડિયન્સમાંથી કોઇએ તેમના પર જૂતું ફેંકયું, જે તેમની છાતી પર જઇને લાગ્યું. ત્યારબાદ જૂતા ફેંકનાર વ્યક્તિ મંચ પર ચઢી સૂત્રોચ્ચાર કરવા લાગ્યો. જા કે બાદમાં નવાઝે ભીડને સંબોધિત કરી.

પોલીસે કહ્યું કે હુમલાખોરની ઓળખ તલહા મુનવ્વર તરીકે થઇ છે જે આ સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂકયો છે. ઘટના બાદ સ્થળ પર હાજર ભીડે હુમલાખોરની પિટાઇ કરી દીધી, તેના લીધે તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો. આ સિવાય પોલીસે કહ્યું કે આ કેસમાં બે બીજા શંકાસ્પદની ધરપકડ કરાઇ છે.

આપને જણાવી દઇએ કે શનિવારના રોજ પાકિસ્તાની વિદેશ મંત્રી ખ્વાજા આસિફના ચહેરા પર પણ એક કાર્યક્રમ દરમ્યાન શાહી ફેંકાઇ હતી. જાકે ખ્વાજાએ પોલીસમાં તેની ફરિયાદ કરી નથી અને શંકાસ્પદને છોડી દેવાયો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY