ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮
પાનીપતથી નવી દિલ્હી રેલવે સ્ટેશન વચ્ચે દોડતી ૬૪૪૬૪ નંબરની ઇએમયૂ ટ્રેન મંગળવારે રેલકર્મીની ભૂલના કારણે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચી ગઇ હતી. સદનસીબે ટ્રેક ખાલી હતી અને કોઇ દુર્ઘટના ન સર્જાઇ. આ મામલે ટ્રેનોની અવર-જવનની નોંધ રાખતા કર્મચારી અસલમને બરતરફ કરી દેવામાં આવ્યો છે.
ટ્રેન સવારે ૭ વાગીને ૩૮ મિનિટે સ્બજીમંડી રેલ્વેસ્ટેશન પહોંચી. તે જ સમયે સોનીપતથી જૂની દિલ્હી જતી ૬૪૦૦૪ નંબરની ટ્રેન પણ આવનાર હતી. ભ્રમિત થવાથી લાગ આૅપરેટરે આગળ ખોટી માહિતી આપી દીધી અને પાનીપતથી આવતી ટ્રેનને જૂની દિલ્હી જતા ટ્રેક પર ગ્રીન સિગ્નલ મળી ગયું.
ટ્રેન નવી દિલ્હીના પ્લૅટફાર્મ નંબર ૧૨ પર પહોંચી, જ્યાં તેને નવી દિલ્હી મોકલવામાં આવી. ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી નિતિન ચૌધરીએ જણાવ્યું કે લાગ આૅપરેટરને બરતરફ કરવાની સાથે જ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. શિયાળામાં અસમથી આવતી સ્પેશિયલ ટ્રેન નવી દિલ્હીના સ્થાને આનંદ વિહાર ટર્મિનલ પર જતી રહી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"