કોલસી ચોરી પકડી જાણે મોટો મીર માર્યો હોય તેમ ફુલાતી આરપીએફ ભરૂચ રેલવે યાર્ડમાંથી અન્ય ચર્ચાતી હેરાફેરી બંધ કરાવશે ?

0
148

અત્રે ઉલ્લેખનીય છે કે છલોછલ શબ્દ કરતાં પણ વધુ કોલસી ભરી નીકળતી રેલગાડી દહેજ થી નીકળે છે તેને જુદા જુદા ગામોમાં થઈ જાય છે ત્યારે જોવાનું એ રહે છે કે ઓવરલોડ ભરેલ કોલસી ઓપન વેગન માં જાય જેને તાડપત્રી સુદ્ધા બાંધવામાં આવતી નથી જેથી પર્યાવરણને મોટું નુકસાન થાય છે .આ બાબતે રેલ્વે તંત્ર ચૂપ હોય અને જીપીસીબીના ગાંધારી ની ભૂમિકા માં હોય તેમ લાગે છે, સામાન્ય પ્રદૂષણ માટે દોડી હતી જીપીસીબી અને સીપીસીબી રેલવેના મસમોટા પર્યાવરણને નુકસાનકર્તા ખુલ્લામાં હેકેડેઠઠ કોલસી ભરી જતા અદાણી ના વેગનોને કેમ અટકાવી રેલ્વે પર કેસ કરતી નથી.ભાઈ આતો અદાણી છે સામે પડે તો ભલભલા ની નોકરી જાય માટે આ મુદ્દે તંત્ર ની કડક નીતિ હોય અને તાડપત્રી બાંધવામાં આવતી હોય તો આવી ચોરીઓને અવકાશ જ ન રહે એ નિર્વિવાદ હકીકત છે. હવે જોવું રહ્યું છે દહેજ પોર્ટ પર થી ઓવરલોડ ભરેલી કોલસી પર અદાણી સામે ભરૂચ કલેકટર કોઈ પગલા ભરશે કે પછી પબ્લિક એમ સમજે કે અદાણી પર તંત્રના ચાર હાથ છે ભારતીય રેલ પણ અદાણીની જાગીર બની ગઈ હોય તેમ રેલવેનો ઉપયોગ અદાણી કરી રહ્યા હોવાની લોક ચર્ચા એ જોર પકડ્યું છે.

“આરપીએફ એટલે અદાણીની સિક્યુરિટી એજન્સી?ને સ્ટેશન માસ્ટર એટલે અદાણી ના રખોપા કરનાર !!બંને પગાર સરકારનો ખાય પણ રેલવે ને થતો આર્થિક ફટકો જોવામાં અસમર્થ?” વાહ રે  તંત્ર તારી બલિહારી ન્યારી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY