રેલવે કિચનના ભોજનમાં રહેલી ખામીઓ જણાવશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

0
138

મુંબઈ,
તા.૧૦/૫/૨૦૧૮

સીસીટીવી ફૂટેજ દ્વારા ફૂડમાં રહેલી ખામીઓની જાણકારી આપશે

રેલવે મુસાફરોને શુદ્ધ, સાત્વિક અને ટેસ્ટી જમવાનું મળી શકે તે માટે ઇન્ડયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ એક અનોખી ટેકનિક વિકસાવી છે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડ્યૂલનું નામ અપાયું છે, જે સીસીટીવી ફૂટેજ દ્વારા ફૂડમાં રહેલી ખામીઓની જાણકારી આપશે.

રેલવે સફર દરમિયાન હંમેશાં ખોરાકની ગુણવત્તાને લઇ યાત્રીઓની ફરિયાદો આવતી હોય છે તેમાં ઘણી વાર પેકેજિંગ યોગ્ય હોતું નથી તો ઘણી વાર ખાવાનો સ્વાદ બગડી ગયો હોય છે અથવા ખાવાનું ખરાબ થઇ ગયું હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આઇઆરસીટીસીએ રોબોટ કંપની સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મોડ્યૂલ તૈયાર કર્યું છે.

જાણકારી અનુસાર ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર આઇઆરસીટીસીના ૧૬ બેઝ કિચનની શરૂઆત કરવામાં આવશે, તેમાં મુંબઇ ડિવિઝનના છત્રપતિ મહારાજ ટર્મિનલ અને મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર સ્થિત બેઝ કિચનના નામ સામેલ છે. આઇઆરસીટીસીના જનસંપર્ક અધિકારી સિદ્ધાર્થસિંહના જણાવ્યા મુજબ આ સિસ્ટમથી ખાદ્યપદાર્થોમાં થઇ રહેલી મિલાવટ અને ખરાબ ભોજનની ગુણવત્તામાં સુધારો થશે.

સિદ્ધાર્થસિંહે જણાવ્યું કે ભારતના ૧૬ બેઝ કિચન ર૪ કલાક લાઇવ રહેશે, તેનાથી ભોજનમાં કયા પદાર્થો મિક્સ કરવામાં આવી રહ્યા છે? પેકિંગ કેવું કરાઇ રહ્યું છે. ખાવાનું પેકિંગ કોણ કરી રહ્યું છે? શું ખોટું છે. આ બધી જાણકારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડ્યૂલને મળશે, તેમાં મોડ્યૂલમાં લાગેલા સેન્સર સીસીટીવી ફૂટેજના આધારે એ જાણી લેશે કે ક્યાં ગરબડ થઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY