હોળીના તહેવારમાં જુગાર રમતા જુગારીઓને રૂ.૨૫,૬૦૦ સાથે ઝડપી પાડતી રાજપારડી પોલીસ

0
183

રાજપારડી:

હોળી-ધુળેટીના તહેવારમાં કાયદાની કડક અમલવારી કરાવવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહ તથા અંક્લેશ્વર ડીવીઝન નાયબ પો.અધિક્ષક લગધીરસિંહ ઝાલાએ સુચના કરતા રાજપારડી પો.સ્ટેશન પો.સ.ઇન્સ્પેક્ટર પી.સી. સરવૈયાએ બાતમીદારોથી બાતમી મેળવી સ્ટાફ ના પો.કર્મચારીઓ એએસઆઇ દેવીદાસ શાંતિલાલ, પો.કો.પરેશભાઇ વીરસીંગભાઇ, રાજેન્દ્રભાઇ અર્જુનભાઇ, પંકજભાઇ રમણભાઇ દ્વારા ઓર-પટાર ગામે નદી કિનારે જુગાર ની રેઇડ કરતા ૧ અબ્દુલ હનીફ મલેક રહે નવી તરસાલી ઝઘડીયા, ૨ સહીદ હનિફ નવી તરસાલી ઝઘડીયા, ૩ ઇમરાન ગુલામનબી ગોરી રહે રૂંઢ કસ્બા તા. ઝઘડીયા ના સ્થળ પર જુગાર રમતા પકડાયા હતા. તેમજ ૪ યાશીન હુસેન રસુલ શેખ રહે તરસાલી, ૫ મકદુમ હુશેન શેખ રહે નવિ તરસાલી, ૬ ઇદ્રિશ મહમદ મીર્ઝા તરસાલી, ૭ બળવંત ઉર્ફે ટીનો ભગુ રાઠોડ ઓરપટાર, ૮ નીસાર ઇબ્રાહી ગરાસીયા નવી તરસાલી નાઓ નાશી છુટેલ છે. તમામ આરોપીઓ વિરુધ તા. ૧-૩-૨૦૧૮ ના જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ નાશી છુટેલ આરોપીઓની અટક કરવા માટે પણ ચક્રો ગતીમાન કર્યા છે. આગળની તપાસ પો.સબ ઇન્સ્પેક્ટર પી.સી. સરવૈયા ચલાવી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY