રાજપીપલા અંકલેશ્વર ફોરલેન માર્ગ, જમીન વિવાદ માં અટવાયો, કામગીરી પર વાગી બ્રેક!!બાઈ બાઈ ચાયણી ..પેલે ઘેર જેવા હાલ.

0
357

રાજપીપલા :
ભારતીય રેલવે ની જેમ આધિકારીઓ પણ જાણે લેહરિલાલા હોય એમ અંકલેશ્વર થી રાજપીપલા નો ફોરલેન રોડ મંજુર થયો, ટેન્ડર થયા, મંત્રી નીતિન પટેલે ખાત મુહર્ત કર્યું અને કામ ચાલુ થયું તોય ઉંઘ ના ઉડી અને લ્યો બોલો આજે ફોરલેન રોડનું 70 ટકા કામ પૂર્ણ થયું ત્યારે રેલવે વિભાગ ને પોતાની જમીન યાદ આવી અને રાજપીપલા નજીક કુમસ ગામ અને આમલેથા પાસે રોડ પરની પોતાની જમીન હોય હવે અમને આ જમીન જોઈતી હોય તો મહેનતાણું ચૂકવો કહી રેલવે વિભાગે જ કામ આટકાવ્યું। આજે વિકાસના કામમાં જાતે રેલવે વિભાગ જ સામે આવ્યું કોણ કોને કે. એવો ઘાટ પણ આ વિવિડમાં આજે ફોરલેન રોડની કામગીરી પર બ્રેક વાગી છે અને બે વિભાગો વચ્ચે કોન્ટ્રાક્ટર કંપની સેન્ડવીચ જેવી દશા થઈ  રહી છે.

ફોરલેન જમીન વિવાદમાં હકીકત એવી છે કે નાંદોદ તાલુકાના કુમસગામ અને આમલેથા પાસે રોડ પરની જગ્યા રેલવે વિભાગની છે અને જેમની પાસે તેના પુરવા પણ છે જોકે વર્ષોથી આ જમીન પર રોડ બનાવેલો હોય માર્ગ અને મકાન વિભાગ પોતાની માલિકી સમજી ફોરલેન રોડ ની આજુબાજુની જમીન નિયમ મુજબ પહોળી કરીને ફોરલેન રોડ બનાવવાની કામગીરી શરૂ  કરી ખાનગી કોન્ટ્રાકટ કંપની એ કામ શરૂ કરી 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દીધી હવે જેનાપર મુખ્ય ડામર કામ કરવાનું બાકી હતું ત્યારે અંકલેશ્વર પૂર્વ રેલવે ના આધિકારીઓ આવી કામ બંધ કરાવી પોતાની જમીન ને આંતરી થાંભલા રોપી  આડસ કરી લેવામાં આવી. આ અવરોધ ને કારણે રસ્તાની કામગીરી પર બ્રેક વાગી છે અને કામ થંભી ગયું છે.
ફોરલેન રોડ ની જે કામગીરી ચાલે છે જેમાં કુમસ ગામ અને આમલેથા પાસે રેલવે વિભાગની જમીન છે જે માર્ગ અને મકાન વિભાગે ઉપયોગ કરી છે જો તેમને ફોરલેન માટે જોઈતી હોય તો માપણી કરી જેની વેલ્યુએશન કરી નિયમ પ્રમાણે રૂપિયા ભરપાઈ કરે તો રેલવે ને વાંધો નથી પણ રેલવેની જમીન આવી રીતે ના લેવાય હવે જેતે કામગીરી માર્ગ અને મકાન વિભાગ કરે >>>> અજીત શુક્લ (સ્ટેશન માસ્ટર, રેલવે પૂવ )
રોડ મોટાભાગે બની ગયો ત્યારે હવે રેલવે વિભાગ આવીને કે છે અને કામ અટકાવે છે કે અમારી જમીન છે હવે જિલ્લા કલેક્ટર ને દરખાસ્ત મોકલી છે જે જમીન માપણી કરી ને હુકમ કરશે તે પમાણે રૂપિયા ભરી માર્ગ અને મકાન વિભાગ પોતાની જમીન કરશે પછી કામગીરી ચાલુ થશે. >>બી.એ.પાડવી (ના.કા.ઈ, માર્ગ અને મકાન વિભાગ, રાજપીપલા )
બે વિભાગો ની લડાઈ માં અમારે પીસાવાનો વારો આવ્યો છે રેલવે કે અમારી જમીન અને માર્ગ મકાન કે અમારી જેમાં પૂર જોશમાં ચાલતી કામગીરીમાં બ્રેક વાગી છે જો બે મહિના ખેંચાઈ તો મારે ફટકો પડે, બંને સરકારી વિભગો અને સરકારી જમીન છે તો સમાધાન કરી કામ ચાલુ રાખે તો નિયત સમયે કામ પૂર્ણ થઇ શકે >>>યોગેન્દ્રસિંહ વાઘેલા (આર.કે.સી. કંપની )

રિપોર્ટર-નર્મદા.ભરતશાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY