ફક્ત એસ બી આઈ ના બે મશીન ચાલુ હતા એમાં પણ હવે પૈસા ન નીકળતા ગ્રાહકો ને મોટી તકલીફ
રાજપીપલા:
રાજપીપલા શહેર માં છેલ્લા એક મહિના થી એ ટી એમ માં પૈસા નહિ હોવાથી ગ્રાહકો મોટી તકલીફ વેઠી રહ્યા છે જોકે સ્ટેટ બેંક ના બે મશીનો માંથી પૈસા નીકળતા હતા પરંતુ ફક્ત બે એ ટી એમ ચાલુ હોવાની સામે તમામ બેંક ના જરૂરિયાત વાળા ગ્રાહકો ત્યાં પહોંચતા મોટી લાઈનો જોવા મળતી હતી અને અમુક સમયે નંબર આવે ત્યાંજ પૈસા પુરા થઈ જતા લોકો અટવાતા હતા ત્યારે હાલ સ્ટેટ બેંક સહિતના તમામ એ ટી એમ શોભાના ગાંઠિયા જેવા બંધ હોવાથી ફક્ત બેંક માં જઈનેજ પૈસા ઉપાડવા સિવાય કોઈ વિકલ્પ નથી અને સની રવિવાર ની રજામાં બંકો પણ બંધ હોય ઇમર્જન્સી માં લોકો એ વ્યાજ પર રૂપિયા લાવવાની નોબત ઉભી થઈ છે.
આવનારી 29,30,31 અને 1લી તારીખે સંળંગ ચાર દિવસ બંકો માં રજા આવશે અને એ પહેલાજ રાજપીપલા ના તમામ એ ટી એમો બંધ છે ત્યારે આવનારા દિવસો માં હજુ વિકટ સ્તિથી ઉભી થાય એમ હોય ગ્રાહકો ની દશા જાયે તો જાયે કહા જેવી થઈ છે ત્યારે આ સરકાર માં છતે પૈસે ભિખારી બનવા જેવી હાલત થઈ છે.
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ, મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"