રાજધાનીમાં ચોરી રોકવા ખાસ વાઇટ બલ્બ લગાવાશે

0
99

પ્રીમિયમ ટ્રેન રાજધાનીમાં કોઇપણ પ્રકારની ચોરી ન થઇ શકે તે માટે ભારતીય રેલવેઍ કમર કસી છે. રેલવેઍ રાજધાની ટ્રેનોની સુરક્ષા માટે ગુરૂવારના રોજ ૮મી ફેબ્રુઆરીઍ મુંબઇમાં સ્વર્ણ પરિયોજના લોન્ચ કરી હતી. ગત દિવસોમાં રાજધાની ટ્રેનોમાં ઍક પછી ઍક ઘણી ચોરીની ઘટનાઓ સામે આવી હતી. ગત વર્ષે રાજધાની ટ્રેનમાં મુંબઇના બાંદ્રાનાં રહીશને લૂંટી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ અને ઘરેણા લૂંટી લેવાયા હતાં. આ હાઇકલાસ ટ્રેનમાં યાત્રીઓ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા નહોતાં. પરંતુ હવે યાત્રીઓ પોતાનાં સામાનની સુરક્ષા માટે આખી રાત જાગીને પસાર કરવી પડશે નહીં. રાજધાની ટ્રેનોમાં કોચના માર્ગમાં ઍક ખાસ લેમ્પ લગાવવામાં આવશે. જે આખી રાત ચાલુ રહેશે. કોચમાં આવતા જતા દરેક શખ્સ પર જલદી કેમેરાની નજર હશે.
પશ્ચિમ રેલવે મંડળના પ્રબંધક મુકુલ જૈને મુંબઇમાં સ્વર્ણ પરિયોજના લોન્ચ કરતી વેળા જણાવ્યું હતું કે છેલ્લી કેટલીક ચોરીની ઘટનાઓને સુવિધા કરવામાં આવી રહી છે. ચોરીની ઘટનાઓમાં ચોર કોચની વીજળી બંધ કરીને યાત્રીઓનો સામાન અને કિંમતી ચીજો લઇને ફરાર થઇ ગયા હતાં.
સેકન્ડ અને થર્ડ ઍ.સી.ઍમ બંને કોચમાં નાઇટ લેમ્પની સુવિધા લગાવાશે. જેમાંથી જો કોઇ સામાન લઇને ભાગવાની કોશિશ કરે તો નજરે પડશે. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે રાજધાની ઍકસપ્રેસના ઍક કોચમાં ચાર સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયામાં છે. જેથી યાત્રીઓની સુરક્ષા મજબૂત કરી શકાય.
૫૦ લાખ રૂપિયાના ખર્ચે રાજધાની ટ્રેનમાં નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજધાનીનો પેન્ટ્રી કારમાં ગેસ સિલિન્ડિરના સ્થાને વીજળીથી ચાલતા સ્ટવ હશે. ટોઇલેટની દીવાલો પર ખાસ પ્રકારનું સ્તર- આવરણ ચઢાવાશે જેથી કોઇ વ્યકિત તેની પર કંઇપણ લખીને ગંદી કરી શકશે નહીં. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીના સ્મારકોની તસવીરો અને સુંદર પેઇન્ટિંગ લગાવાશે ફ્રેમ ઍલઇડી વાળી હશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY