ગોંડલમાં ૨ અને જૂનાગઢમાં ૩ કોરોના કેસ નોંધાયા, ૫ લોકોનાં મોત

0
82

 

રાજકોટ,તા.૧૦
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગોંડલના રૂપાવટીમાં ૧ અને જૂનાગઢમાં ૨ મહિલા સહિત ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ એકનું મોત નિપજ્યું છે. જ્યારે ભાવનગરમાં ૩ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આ સાથે જ ગીર સોમનાથના વેરાવળમાં એકનું કોરોનાથી મોત નિપજ્યું છે.
ગોંડલ તાલુકાના રૂપાવટીમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયો છે. રૂપાવટીમાં રહેતા માનસીબેન હિતેન્દ્રભાઈ રામોલિયા (ઉં.વ.૩૦)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ગોંડલમાં ઉદ્યોગભારતી સોસાયટીમાં રહેતા માલતીબેન જીતુભાઈ ચાવડા (ઉં.વ.૩૯)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગોંડલ તાલુકામાં કુલ ૨૯ કેસ પોઝિટિવ નોંધાયા છે.
જૂનાગઢ જિલ્લામાં ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢમાં ૧ અને વિસાવદરમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જૂનાગઢના લક્ષ્મીનગરમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવારમા માટે ખસેડવામાં આવ્યાં છે. ત્યારે આજે તેમનું મોત નિપજ્યું છે. વૃદ્ધને ડાયાબિટીસ અને હદયની તકલીફ હતી. જેના મરણનું કારણ ડેથ ઓડિટ કમિટી દ્વારા રિપોર્ટ આવ્યા બાદ જણાવવામાં આવશે. વેરાવળની સુપર કોલોનીમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેઓ ગઈકાલે સાંજથી વેન્ટીલેટર પર હતા અને આજે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫ લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY