૪ દિવસના વિરામ બાદ કોડીનાર અને સુત્રાપાડામાં ધીમીધારે વરસાદનું આગમન

0
66

રાજકોટ,તા.૧૦
સતત ૬ દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ત્યારે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોડીનારમાં ૪ દિવસના વિરામ બાદ આજે સવારે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
૨ દિવસના વિરામ બાદ સુત્રાપાડા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ પડતા ઠંડક પ્રસરી ગઈ છે. સુત્રાપાડાના વડોદરા, લોઢવા અને પ્રશ્નાવડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ હતો. સૌરાષ્ટ્રમાં સતત ૫ દિવસ અનરાધાર વરસાદ પડતાં સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડયો છે. જળાશયોમાં પાણીની આવક થતાં લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY