કચ્છમાં તીડ ઘુસ્તાની સાથે જ કંટ્રોલ કરવા તંત્ર સજ્જ

0
54

રાજકોટ,તા.૧૦
વાવાઝોડુ, ભૂકંપ જેવી કુદરતી આફત બાદ કોરોનાની આપતી સામે ઝઝુમતા ગુજરાત પર વધુ એક કુદરતી આફત આવી છે. સાઈકલોનિક અસરથી પવવની દિશા બદલતા બે દિવસ પહેલા પાકિસ્તાનની બોર્ડર પરથી તીડનાં ઝુંડ કચ્છમાં ઘુસ્યા છે આ તીડને કંટ્રોલ કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત તરફ તીડનાં ટોળાનો ખતરો તોળાઈ રહ્યો છે. દોઢેક મહિના પહેલા સૌરાષ્ટ્રનાં હળવદ, મોરબી, વલ્લભીપુર સહિતનાં એરીયામાં અને કચ્છ – ઉતર ગુજરાતમાં તીડ જોવા મળ્યા હતા પરતું ખેડૂતો અને ખેતીવાડી વિભાગનાં પ્રયાસોથી તીડ રાજસ્થાન તરફ વળ ગયા હતા.
છેલ્લા પંદર દિવસથી રાજયમાં તીડનો આતંક જોવા મળ્યો ન હતો પરંતુ પાકિસ્તાન બોર્ડર પરથી ગત તા. ૭ મીએ તીડનાં ઝુંડ કચ્છનાં લખપત વિસ્તારમાં ઘુસ્યા છે. લખપત તાલુકાનાં લાખાપર અને શિયોત ગામની સીમમાં હાલ તીડનાં ઝુંડનો મુકામ છે. ચોમાસાની સિઝનની શરૂઆત હોવાથી હાલ ઉંચી મોલાત ન હોવાથી પાકને મોટુ નુકશાન નથી પણ તીડનાં ઝુંડ અન્ય વિસ્તારો તરફ વળે તો નુકશાનનો ભય છે. તીડ નિયંત્રણ માટે હાલ ફોર વ્હીલર સ્પ્રેયર મારફત ખાસ દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે.
દરમિયાન ઈન્ટરનેશનલ એજન્સીએ ગુજરાત સહિત ભારતને સાવચેત કર્યા છે કે સોમાલીયામાં હાલ તીડનાં ટોળા જોવા મળી રહયા છે તે ગમે ત્યારે ઓમાન થઈને ભારત તરફ આવી શકે છે. ઓમાનની દરયાઈ સિમા સીધી ઓખા, માંડવી ( કચ્છ ) તરફ લાગે છે. તા. રર જૂનથી તા ૧૯ જુલાઈ સુધીમાં સોમાલીયામાં સક્રિય થયેલા તીડના ટોળાનો ખતરો પણ ગુજરાત તર તોળાઈ રહયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY