રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટેણીમાં તમામ ૧૭ બેઠકો બિનહરીફ થશે

0
53

રાજકોટ,તા.૧૦
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટેણીમાં તમામ ૧૭ બેઠકો બિનહરીફ થશે. આ પહેલા રાજકોટ જિલ્લા ભાજપના જૂથ દ્વારા બળવો કરી તાલુકા બેઠક પરથી વિજય સખિયાએ ફોર્મ ભર્યું હતું. પરંતુ હવે વિજય સખિયા તેમનું ફોર્મ પરત ખેંચશે. સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જયેશ રાદડિયાએ અન્ય જૂથના હરદેવસિંહ જાડેજા, ડી.કે. સખિયા અને નીતિન ઢાંકેચા સાથે સમજાવટ કરી. જે બાદ હવે વિજય સખિયા તેમનું ફોર્મ પરત ખેંચશે.
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે ખેંચતાણ જોવા મળી હતી. રાદડિયા જૂથની સામે જિલ્લા ભાજપના અનેક આગેવાનોએ મોરચો માંડયો હતો. જો કે જયેશ રાદડિયાએ ભાજપના કોઇ નેતા કે આગેવાન નારાજ હોવાની વાતને રદિયો આપ્યો છે. પરંતુ નીતિન ઢાકેચા જૂથના વિજય સખીયાએ ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. બીજી તરફ હરદેવસિંહ જાડેજા તેમજ નીતિન ઢાકેચાએ પણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલતો હોવાનું જણાવ્યું હતું. નીતિન ઢાકેચાએ સમગ્ર મામલે હાઇકમાન્ડ હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ નીતિન ઢાકેચાએ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY