લોકડાઉનમાં આર્થિક તંગીના કારણે રાજકોટમાં ફેક્ટરી માલિકે કર્યો આપઘાત

0
58

રાજકોટ,તા.૧૦
કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં હજારો લોકોના રોજગાર અને રોજી-રોટી છીનવાઈ ગયા છે. આર્થિક ભીંસમાં મૂકાયેલા આવા લોકો ફરીથી પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં રાજકોટમાં ૪૫ વર્ષના એક ફેક્ટરી માલિકે આર્થિક સંકડામણથી કંટાળીને બુધવારે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મૃતક હિતેશ પુરોહિતે પોતાની પાછળ એક સુસાઈટ નોટ પણ લખી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે તે મોટી રકમને રિકવર નહોતો કરી શક્યો, જેના કારણે તે આર્થિક ભીંસમાં મૂકાયો હતો. ઉપરાંત તેણે સુસાઈડ નોટમાં રાજ્ય સરકારને વિનંતી કરી છે કે નાના ઉદ્યોગોને ટેક્સમાં રાહત આપવામાં આવે.
હિતેશ ગોંડલ રોડ પર વાવડી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી પોતાની ફેક્ટરીમાં ગયો હતો. અહીં તેણે પોતાના ત્રણ કર્મચારીઓને પગાર આપ્યો અને બાદમાં ઓફિસમાં જઈને છત સાથે ફાંસો ખાઈ લીધો. હિતેશ રાજકોટના ૧૫૦ફૂટ રિંગ રોડ પર આવેલી પોશ સોસાયટી દ્વારકાધીશમાં રહેતો હતો. તે સાંજ સુધી ઘરે પાછો ન આવતા પરિવારે એક કર્મચારીને ફોન કર્યો. જ્યારે તેણે ઓફિસમાં જઈને જોયું તો હિતેશ ફાંસો ખાધેલી હાલતમાં હતો, કર્મચારીએ તરત જ પરિવારને જાણ કરી. હિતેશ પોતાની ફેક્ટરીમાં શિવ એન્ટરપ્રાઈઝમાં છેલ્લા ૨૦ વર્ષોથી લેથ મશીનના પાર્ટ્સ બનાવતો હતો. તેને બે દીકરોઓ અને એક દીકરો છે.
પોતાની સુસાઈડ નોટમાં તેણે પોતાના ભાઈ અને ભાભીનો પણ આભાર માન્યો હતો, જેમણે પોતાના સેવિંગ્સમાંથી તેને ખૂબ મદદ કરી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રિકવરીની પેન્ડીંગ અમાઉન્ટ વિશે પરિવારના સભ્યોને પણ કોઈ જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લોકડાઉનના કારણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા આપઘાતના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી અંદાજે ૭ જેટલા લોકોએ લોકડાઉનના કારણે ઊભી થયેલી આર્થિક મુશ્કેલીથી આપઘાત કરી લીધો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY