ભાવનગરના ૧૦૯ અને જૂનાગઢના ૧૩ વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

0
46

રાજકોટ,તા.૧૦
કોરોના વાઇરસની મહામારીને લઇને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. આ ઝોનને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારોમાં લોકો અંદર આવી શકે નહીં અને અંદરથી બહાર જઇ શકતા નથી. આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર ૧૦૦ ટકા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. તેમજ આ વિસ્તારની બહાર જતા અને અંદર આવતા લોકોનું રેકોર્ડ કરવાનું રહે છે. આ વિસ્તોરને સીલ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ૧૩ અને ભાવનગર જિલ્લામાં ૧૦૯ વિસ્તારો માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લામાં ૧૦૯ વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભવાનગર શહેરના ૨૩, પાલીતાણામાં ૯, મહુવામાં ૩૩, સિહોરમાં ૧૬, ગારીયાધારમાં ૧૦, ઉમરાળામાં ૯, તળાજામાં ૪, વલ્લભીપુરમાં ૧૭, ભાવનગર ગ્રામ્યમાં ૭ અને જેસરમાં ૩ મળી જિલ્લાના ૧૦૯ વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ મુકવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢમાં ૧૩માંથી શહેરના ૬ અને જિલ્લાના ૭ વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY