રાજકોટ, અમરેલી, કોડીનાર અને સુત્રાપાડામાં ધીમીધારે વરસાદનું આગમન

0
93

રાજકોટ,તા.૧૦
સતત ૬ દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ત્યારે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ, અમરેલી, કોડીનાર અને સુત્રાપાડામાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.આટકોટમાં આજે શુક્રવારે બપોરે ધીમી ઘારે વરસાદ પડયો હતો. અડધો ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતું થઈ ગયું હતું. આથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.
અડધી કલાક સુધી વરસાદ પડયો હતો. ૨ દિવસના વિરામ બાદ સુત્રાપાડા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ પડતા ઠંડક પ્રસરી ગઈ છે. સુત્રાપાડાના વડોદરા, લોઢવા અને પ્રશ્નાવડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ હતો. રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના માધાપર ચોકડી, ગોંડલ રોડ, કાલાવડ રોડ, કોઠારીયા ચોકડી, ગ્રીનલેંડ ચોકડી અને મોરબી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લાના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સામાન્ય વરસાદ પડતાં જ ભુવો પડી ગયો છે. રાજુલાના હિંડોરણા નજીક ગાત્રાડ હોટલ નજીક ભુવો પડયો છે. જેથી અકસ્માતની સંભાવના વધી ગઈ છે.
નબળી ગુણવત્તાનુ મટીરીયલ વાપવામાં આવ્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ અમરેલીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં સતત ૫ દિવસ અનરાધાર વરસાદ પડતાં સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડયો છે. જળાશયોમાં પાણીની આવક થતાં લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY