સૌરાષ્ટ્ર યુનિની વિદ્યાર્થિનીએ પ્રોફેસર સામે હેરાનગતિની કરી ફરિયાદ

0
46

રાજકોટ,તા.૧૧
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.એડ. ભવનની વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિરુદ્ધ હેરાનગતિની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. અત્યારસુધી ત્રણ પ્રોફેસર સામે છાત્રા જાતીય સતામણીની ફરિયાદ કરી ચુકી છે ત્યારે વધુ એક પ્રોફેસર હેરાનગતિ કરતા હોવાની ફ્રિયાદ થતા સિન્ડિકેટે પ્રોફેસર સામેની તપાસ ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટીને સોંપી દેવાઈ છે.
યુનિવર્સિટીના એમ.પી.એડ. ભવનમાં કરાર આધારિત અધ્યાપક વિક્રમ વાંકાણી સામે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ ફ્રિયાદ કરી રહ્યા છે ત્યારે શુક્રવારે બપોરે સિન્ડિકેટની બેઠક ચાલુ થાય તે પહેલા જ ભવનની એક વિદ્યાર્થિની કુલપતિ પાસે પહોચી હતી અને રડતા રડતા અરજી આપી ગઈ હતી કે પ્રોફેસર હેરાનગતિ કરે છે. ઇન્ટર્નલ માર્કસ કાપી નાખવાનીધમકી આપે છે. મેદાન પર ખૂબ દોડાવે છે અને ખોટી રીતે નાણા ઉઘરાવે છે. જેથી સિન્ડિકેટે નિર્ણય કર્યો કે વિદ્યાર્થિની પુરાવા સાથે આવે અને ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટી સમક્ષ ફરિયાદ કરે ત્યારબાદ પ્રોફેસર સામે પગલા લેવાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY