ગીર સોમનાથમાં ૮ કેસ અને રાજકોટમાં કોરોનાથી ૩નાં મોત

0
79

રાજકોટ,તા.૧૧
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગીર સોમાથમાં ૮કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજકોટમાં આજે વધુ ૩ લોકોનાં મોત થયા છે. જેમાં એક દર્દીનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું છે. રાજકોટના ૭૦ વર્ષીય વૃદ્ધનું અને વિંછીયાના ૫૫ વૃર્ષીય પુરૂષનું મોત નિપજ્યું છે. જ્યારે ભાવનગરમાં ગઈકાલે એક સાથે ૭૧ કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. જેથી તંત્રએ ૧૦૯ની જગ્યાએ ભાવનગર જિલ્લામાં ૨૨૫ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ ૮ કેસ પોઝિટિવ આવ્યાં છે. ઉનામાં ૪, રાડતમાં ૧, અંબાડામાં ૨ અને ફાટસરમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છએ કે ગઈકાલે એક સાથે ૧૦ કેસ પોઝિટિવ આવ્યા હતા.
જ્યારે આજે વધુ ૮ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ગઈકાલે ભાવનગર શહેરના ૫૯ અને ગ્રામ્યમાંથી ૧૨ મળી ૭૧ પોઝિટિવ કેસ આવતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો વ્યાપ એકદમ વધી ગયો અને ૧૦૯ની જગ્યાએ ભાવનગર જિલ્લામાં ૨૨૫ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર શહેરના ૧૧૬ પાલિતાણામાં ૯ , મહુવામાં ૩૧, શિહોરમાં ૧૬, ગારીયાધારમાં ૮, ઉમરાળામાં ૧૦, તળાજામાં ૮, વલ્લભીપુરમાં ૧૪, ભાવનગર ગ્રામ્યમાં ૯, જેસરમાં ૪ મળી ૨૨૫ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મુકવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY