રાજપીપલાના મોટાભાગના ATM છેલ્લા 15 દિવશ થી બંધ રહેતા હોવાથી SBI ના બે ATM પર ભારે ભીડ 

0
137

સ્ટેટ બેંક ના એ ટી એમ માં રોજ 40 લાખ ની રોકડ નંખાય છે જે ફક્ત ચાર કલાક માંજ ખાલી થતા બાકીના બંધ એ ટી એમો શરુ થાય તેવી માંગ. 

રાજપીપલા શહેર એ નર્મદા જિલ્લાનું વડું મથક હોવા છતાં ઘણી તકલીફો માંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે હાલ હોળી – ધુળેટી ના તહેવાર પહેલાના રાજપીપળા ની મોટાભાગની બેંકો ના એ ટી એમ બંધ હોવાથી ગ્રાહકો મુસીબતના સમયે તકલીફ માં મુકાય છે જોકે સ્ટેટ બેંક ના બે એ ટી એમ નિયમિત ચાલુ છે પરંતુ બીજા ATM બંધ હોવાથી સ્ટેટ બેન્ક ના એ ટી એમ પર મોટી લાઈનો જોવા મળે છે અને ત્રણ ચાર કલાકમાં આ મશીન માંથી ભીડ ના કારણે પૈસા પણ પુરા થઈ જતા તકલીફ ઉભી થાય છે માટે બાકીના બંધ મશીનો વહેલીતકે શરુ કરાય તેવી માંગ છે .

જોકે બેંક સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અમુક બેન્કો માં કેશ ની અછત છે ત્યારે આવી બંકો તેમના અમુક ગ્રાહકો ને સાચવવા બેંક માંથીજ પૈસા ચૂકવી દેતા રોકડ ખલાશ થતા પોતાના એ ટી એમ ખાલી રખાય છે જેના કારણે ATM મસીનો ફરજીયાત બંધ રાખવાની ફરજ પડે છે અને ગ્રાહકો અટવાય છે .જયારે સ્ટેટ બેંક રોજ તેના એ ટી એમ ફૂલ કરવા 40 લાખ જેવી મોટી રકમ નાખી ગ્રાહકો ને સાચવે છે પરંતુ આ રકમ પણ હાલમાં ચાર કલાક માંજ પુરી થઈ જતા તકલીફ જોવા મળે છે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY