કરોડોના ખર્ચે જીતનગર ખાતે તૈયાર થઈ રહેલી સિવિલ હોસ્પિટલ નું કામ ક્યારે પૂર્ણ થશે

0
367

કોન્ટ્રાક્ટરો ની લડાઈ માં કો્ટ કેશ થયા બાદ છેલ્લા લઘભગ એકાદ વર્ષ થી ઘોચ માં પડેલું કામ જલ્દી શરુ થાય અને ઉપરનો માળ બને તો રાજપીપલા ની નાની પડતી સિવિલ હોિટલ ત્યાં ખસેડાય

રાજપીપલા : નર્મદા જિલ્લાની વળી રાજપીપલા સિવિલ હોસ્પિટલ નાની પડતા સરકારે લઘભગ 15 કરોડના ખર્ચે નવી મોટી હોસ્પિટલ બનવવા આયોજન હાથ ધર્યું હતું અને ટેન્ડર પડ્યા કામ ચાલુ થયું પરંતુ ભોઈતડિયું બની ગયા બાદ બે કોન્ટ્રાક્ટરો વચ્ચે વિખવાદ ઉભો થતા કોર્ટ કેશ થયો અને એ વાત ને પણ એકાદ વર્ષ જેવો સમય થયો છતાં જ્યાં સુધી કોર્ટ માં કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી હોસ્પિટલ નું કામ અટકી પડ્યું છે અને લોકો જીતનગર ખાતે બનનારી આ જિલ્લા ની મોટી હોસ્પિટલ ક્યારે ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા છે

રાજપીપલા માં ચાલતી હાલની હોસ્પિટલ નાની પડતા જગ્યાના અભાવે વારંવાર દર્દીઓ ને ઇમર્જન્સી સમયે લોબી માં કે ગમે ત્યાં નીચે સુવાડી સારવાર આપવી પડે છે ત્યારે જીતનગર ખાતે આકાર લઈ રહેલી નવી હોસ્પિટલ જલ્દી શરુ થાય એ તરફ સૌની મીટ મંડાયેલી છે .જોકે આ બાબતે સરકારના પી.આઈ.યુ.વિભાગના સુત્રો માંથી મળતી માહિતી મુજબ આ ચાલુ મહિનામાં કોર્ટ માં ફાઈનલ હીયરીંગ છે તેમાં જો નિર્ણય આવશે તો રિટેન્ડરિંગ કરી જેતે એજન્સીને કામ સોંપાશે અને આ એજન્સી એ આ કામ અઢાર મહિનામાં પૂરું કરવાનું રહેશે.ત્યારે હોસ્પિટલ વહેલીતકે શરુ થાય આવી આશા સૌ રાખી રહ્યા છે .

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY