ભરૂચ માં આખલા એ વિદ્યાર્થી નો ભોગ લીધો તો શું રાજપીપલા માં તંત્ર ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે …?!

0
149

રાજપીપલા માં રખડતા આખલા નો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે પાલિકા પાસે તોફાની આખલા પકડવા માટે કોઈ ટિમ નથી ,જંગલ ખાતું આખલા અમારી કામગીરી માં આવતા નથી એવો જવાબ આપે છે તો નગર ની પ્રજા આ આતંક થી કેવી રીતે બચશે…?

રાજપીપલા : ગઈ કાલે જ ભરૂચ ખાતે આખલા ના આતંક થી એક વિદ્યાર્થી નું મોત થયુ,મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છતાં તંત્ર આ બાબતે તમાશો જોઈ રહ્યું છે ત્યારે રાજપીપલા ના સાંકડા માર્ગો પર પણ અખલાઓ નો આતંક વધ્યો છે અને આ બાબતે વારંવાર અખબારો માં અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં કોઈની ઊંઘ ઊડતી નથી તો શું ભરૂચ જેવી ઘટનાની જેમ કોઈનો ભોગ લેવાય તેવી રાહ જોવાય છે …?

જોકે રાજપીપલા નગરપાલિકા દ્વારા વારંવાર રખડતા ઢોરોને પાંજરે પુરાય છે ,માલિકો પાસે દંડ વસૂલાય છે કડક સૂચના અપાય છે છતાં ફરી આ ઢોર રસ્તે લટાર મારતા દેખાય છે ત્યારે આ ગંભીર સમસ્યા માટે શું થાય તે બાબતે જિલ્લા કલેક્ટરે કોઈ ખાશ આયોજન કરવું એજ માત્ર વિકલ્પ લાગે છે નહિ તો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા  મારવા જેવો ઘાટ થઈ શકે તેમ છે.


રિપોર્ટર-  નર્મદા ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY