એન એસ એસ જેવી શિબિરો થકી યુવાનોમાં દેશપ્રેમ જેવી ભાવના કેળવાય છે : નર્મદા કલેક્ટર નિનામા 

0
101

રાજપીપલા કોલેજ નો એન એસ એસ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજાયો 

રાજપીપલા : રાજપીપલા ની એમ આર આર્ટસ એન્ડ સાઇન્સ કોલેજના એન એસ એસ કેમ્પના સમાપન સમારોહ માં નર્મદા કલેક્ટર આર એસ નિનામા એ હાજરી આપી જેમાં નર્મદા જિલ્લા ના કથળતા જતા શિક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરી શિક્ષણનું સ્તર કેવી રીતે ઊંચું લાવી શકાય તે માટે હાજર તમામના સૂચનો માંગ્યા હતા 

કોલેજના પ્રિન્સિપાલ ર્ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા એ એન એસ એસ ના સૂત્ર “Not Me But You” ને લઈને પોતાના માટે નિસ્વાર્થ સેવા કરી પોતાના જીવનમાં શિસ્ત,સંયમ, વિનમ્રતા તથા પ્રામાણિકતા જેવા ગુણો કેળવાય તેવો અનુરોધ કર્યો કાર્યક્રમનું સંચાલન એન એસ એસ ના પ્રો.ઓફિસર ર્ડો.એમ આર ભોંયે તથા પ્રા.શ્રીમતી એમ બી ચૌધરી એ કર્યું,આભારવિધિ પ્રો.એચ સી .ચાવડા એ કરી હતી .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY