વડોદરા આર.આર.સેલે નર્મદાના દેવલિયામાં જુગારધામ પર રેડ પાડી ૧૫ લાખના મુદ્દામાલ સાથે ૬ જુગારીઓને પકડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી.
રાજપીપળા:
નર્મદા જિલ્લામાં એક સપ્તાહ પેહલા જ વડોદરા રેન્જના આઈજીપી અભય ચુડાસમાને તિલકવાડા તાલુકાના દેવલિયા સુપર માકેટમાં અબ્દુલ વહાબ ખાનના મકાનમાં જુગારધામ ચાલતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે આર.આર.સેલ દ્વારા ત્યાં રેડ કરતા હાઈટેક કેમેરા સહિત રૂ.૪૦,૬૫૦ રોકડા, મોબાઈલ નંગ – ૮ કિમત રૂ.૧૬,૦૦૦, ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર – ૧૦,૦૦,૦૦૦ વેગન આર કાર ૪,૦૦,૦૦૦ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.૧૫,૧૦,૩૦૦નો મુદામાલ સહિત 6 જુગારીઓે પકડી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.
તો આ રેડ બાદ તુરંત નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ તિલકવાડા પીએસઆઇ ડી.કે.ચૌધરી, બીટ જમાદાર નગીનભાઈ મેલાભાઈ, પો.કો.મનોજ સરણભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેતા પોલિસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ નર્મદા જિલ્લામાં ચાલતા જુગાર અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મુદ્દે રજુઆત કરી હતી. સાથે સાથે દારૂની બદીને કારણે ગરીબ આદિવાસીઓ પોતાની મિલકતો વેચી દેવાળીયા બની જતા હોવાનું જણાવી દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. ત્યારે આર.આર.સેલની રેડ બાદ પોલિસ વડાએ ૩ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યાનો મામલો અને ધારાસભ્યએ સંકલનમાં ઉઠાવેલો મુદ્દો કાંઈક કહી જતું હોવાનું લાગી રહ્યું છે.
પી.એસ.આઈ.ચૌધરી નો સબક શીખવા જેવો કિસ્સો
ચારેક મહિના રાજપીપલા ટાઉનમાં ફરજ બજાવી બાદમાં એકાદ મહિનાથી તિલકવાડાનું સ્વતંત્ર પોલીસ સ્ટેશન સંભાળનાર પી.એસ.આઈ. ડી .કે.ચૌધરી આમ અચાનક સસ્પેન્ડ થતા નવનિયુક્ત સ્વતંત્ર કાર્યભાર સંભાળતા પોલીસ અધિકારીઓએ ચેતવા જેવો કિસ્સો, આ કિસ્સા બાદ શીખ લેવી જોઈએ કે વર્દી પહેર્યા બાદ સ્વતંત્રતા લેવી કેટલી જવાબદારીનું કામ છે.
રિપોર્ટર- નર્મદા, ભરત શાહ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"