રાજપીપળા,
૨૪/૦૩/૨૦૧૮
રાજપીપળા – કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતીરારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાની આજે 25 મી માર્ચ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે જેમાં સવારે 11 કલાકે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને “ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના 2018 -2022 ના એક્શન પ્લાન” અંગે ચર્ચા-વિચારણા કરી સમીક્ષા કરશે.
ત્યાર બાદ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અધ્યક્ષતામાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે બપોરે 3 કલાકે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા “ટ્રાન્સફોર્મિંગ ઇન્ડીયા બાય- 2022” અંતર્ગત “ટ્રાન્સફોર્મેશન ઓફ અસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ – નર્મદા” માટેની યોજનાઓના અમલીકરણ અંગે સેમિનાર યોજાશે. આ સંમેલનમાં “ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના 2018 થી 2022 ના એક્શન પ્લાન” નું લોચીંગ કરશે. તેની સાથે HTC હેન્ડબુક અને ગુજરાતી-દેહવાલી, આંબુડી શબ્દકોશનું પણ વિમોચન કરશે.
જિલ્લાના સંસદસભ્યો, ધારાસભ્યો તથા વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં નર્મદા ટ્રાન્સફોર્મેશન કોર્પ્સના સભ્યો, સરપંચો, આંગણવાડી વરકર્સ, આશાબહેનો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો-આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.
રિપોર્ટર-નર્મદા,ભરત શાહ
મો.નં.9407975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"