પોતાના સમાજની વિશાખડાયતા વાડી ના જીર્ણોદ્ધાર માટે ત્રણ લાખ નું દાન પણ આપ્યું
મૂળ રાજપીપલા ના અને હાલ વડોદરા રહેતા મહેશભાઈ અને ભારતીબેન પરીખે પોતાના વતન રાજપીપલા ને કર્મભૂમિ માની રવિવારે બાળકો માટેનો એક મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો હતો સાથે સાથે પોતાના સમાજની વાળી એવી રાજપીપળાની વિશા ખડાયતા ની વાડીના જીર્ણોદ્ધાર માટે રૂપિયા ત્રણ લાખનો ચેક પણ આપી પોતાના વતન નું ઋણ અદા કર્યું હતું રાજેન્દ્ર નગર સોસાયટીમાં માં આવેલ કિડ્સ કોર્નર ખાતે મેડિકલ કેમ્પ રાજપીપલા ની અખિલહિન્દ મહિલા પરિષદ ના સહયોગ થી રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં બાળકો એ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું ,જાણવા મળ્યા મુજબ પરીખ દંપતી એ વાડી ના જીર્ણોદ્ધાર માટે હાલ 3 લાખ ની રકમ દાનમાં આપી છે અને હજુ બીજા 2 લાખ આપશે સાથે સાથે રાજપીપલા ના વણિક પરિવાર ના શાળા કોલેજો માં ભણતા બાળકો ને નોટબુકો અને ચોપડા પણ આપવાના હોય તેમની માહિતી ભેગી કરી ચાલુ મહિનાના અંત સુધીમાં તમામ ને જરૂરી ચોપડા કે નોટબુકો આપશે તેમ જાણવા માંડ્યું છે .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"