રાજપીપલા વિજય પ્ર્રસુતિ હોસ્પિટલ માં ગર્ભવતી મહિલાને થયો કડવો અનુભવ 

1
1060

જોકે એ બાબતે હોસ્પિટલ ના ટ્રસ્ટી ને મહિલા ના પતિએ ફરિયાદ કરતા કંઈક આશ્ચર્યજનક જવાબ થી પતિ પણ અચંબા માં મુકાઈ ગયા

અગાઉ પણ આ હોસ્પિટલ ચર્ચા માં રહી હોવા છતાં ટ્રસ્ટીઓ કેમ ધ્યાન આપતા નથી …? કે પછી છૂટો દોર આપ્યો છે…?

રાજપીપલા: રાજપીપલા સિવિલ હોસ્પિટલ સામેજ આવેલી ટ્રસ્ટ ની હોસ્પિટલ વિજય પ્રસુતિ ગૃહ ના નાામે કાર્યરત છે ત્યારે અગાઉ ના વર્ષો કરતા આ હોસ્પિટલ માં સારી સેવા હાલ ઉપલબ્ધ કરાઈ છે પરંતુ ત્યાં જતા દર્દીઓ પૈકી અમુકને કડવા અનુભવો પણ થયા હોવાની ફરિયાદો સાંભળવા મળે છે જેમાં હાલમાંજ એક ગર્ભવતી મહિલા શબનમ સોહેબભાઇ મન્સૂરી (રહે,કસ્બાવાડ) રાજપીપલા એ પોતાને થયેલા કડવા અનુુભવ બાબતેે અમારાા પ્રતિનિધિને વાત કરી ત્યારબાદ હોસ્પિટલના ટ્રસ્ટી ર્ડો.નિખિલ મેહતા સાાથેે વાત કરતા ટ્રસ્ટીનો જવાબ સાંભળી એમના પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ કેમકે સોહેબભાઇ એ જયારે ટ્રસ્ટીને કહ્યું કે તમારી હોસ્પિટલ ના મહિલા ડોક્ટર એ મારી પત્ની ની સારવાર કરવા સ્પષ્ટ ના કહી કેમકે એણે સિવિલમાં પણ સારવાર કરાવી હતી જેથી મહિલા ડોક્ટટરે તમે સિવિલ માં ગયા એટલે હવે હું તમારો કેેસ નહિ લઉ એમ જણાવતા મહિલા ના પતિ ને ટ્રસ્ટી ર્ડો.નિખિલ મેહતા એ એમ જણાવ્યું કે તમે બીજા ડોક્ટર પાસે બતાવો એટલેે પેહલા ડોક્ટર નો ઈગો હર્ટ થાય …! એ સ્વાભાવિક છે ત્યારે આ જવાબ સાંભળી મહિલા ના પતિ ના પગ નીચે થી જમીન સરકી ગઈ કે હોસ્પિટલ ના ટ્રસ્ટી અને ખુદ ડોક્ટર એ ત્યાંના ડોક્ટર ને સમજાવવાના બદલે ટ્રસ્ટી આ કેવો જવાબ આપે છે…? આ હોસ્પિટલના સ્ટાફ બાબતે દર્દી ફરિયાદ કરે ત્યારે ટ્રસ્ટી કેમ ધ્યાન આપતા નથી કે પછી સ્ટાફને ટ્રસ્ટીએજ છૂટો દોર આપ્યો હશે…? એ પણ એક વિચાર માંગી લેતો સવાલ છે.ત્યારે ર્ડો .નિખિલ મેહતા સાથે અમારા પ્રતિનિધિએ વાત કરતા તેમને જણાવ્યું કે મારી પર એ ભાઈનો ફોન આવ્યો હતો પરંતુ હાલ હું બહાર છુ આવ્યા બાદ ત્યાંના ડોક્ટર સાથે વાત કરીશ.

જોકે ત્યાંના મહિલા ગાયનેક તબીબ ર્ડો.જોલી મેડમ સાથે વાત કરતા તેમને દર્દીના પતિ સોહેબ ના આ આક્ષેપો ને નકારી એમ જણાવ્યું હતું કે એ બેન બિનજરૂરી ટેસ્ટ બહાર કરાવી આવ્યા હતા ત્યારે મેં ફક્ત સીઝર માટે જરૂરી ટેસ્ટ અહીં કરાવવા જણાવ્યું હતું કેમકે દર્દી બીજે સારવાર કરાવી અંતે કટોકટ સમયે અહીં આવે એમાં કોઈ તકલીફ થાય ત્યારે અમારી પર આક્ષેપો થાય માટે સીઝર માટે જરૂરી ટેસ્ટ હતા એ અહીં કે કોઈ યોગ્ય લેબ.માં કરાવવા કહ્યું હતું ત્યારે હવે સાચું કોણ…? દર્દી કે ડોક્ટર એ સવાલ હજુ ત્યાંજ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

1 COMMENT

  1. હોસ્પીટલ ના ડોકટરો દ્વારા દરદીઓ ની સારવાર મા ખામી ના કિસ્સાઓ આજકલ વધી રહ્યાં છે

LEAVE A REPLY