રાજ્યમાં પોલીસની અછત..!! દર એક લાખની વસતિએ માત્ર ૧૨૦ પોલીસ

0
153

અમદાવાદ,
તા.૧૮/૦૩/૨૦૧૮

ગુજરાત કરતાં નાગાલેન્ડમાં પોલીસની સંખ્યા વધુ

નાગરિકોને સારી સુરક્ષા મળી રહે,કાયદા વ્યવસ્થાની સ્થતી સુદઢ બને તે માટે પ્રતિ એક લાખ વ્યક્ત દીઠ ૧૯૪ પોલીસમેન હોવા જાઇએ. ગુજરાતમાં આજે પોલીસની ઘટ વર્તાઇ રહી છે. રાજ્યમાં આજે એક લાખની વસ્તીએ ૧૨૦ પોલીસમેન છે. રાજ્યમાં હજુ મંજૂર થયેલી જગ્યાની સરખામણીમાં ૪૯ પોલીસમેનની ઘટ છે. સુદ્રઢ કાયદા વ્યવસ્થા માટે એક લાખની વસતિ દીઠ ૧૯૩ પોલીસ હોવી જાઇએ,ગુજરાતમાં પોલીસની ઘટનું પ્રમાણ ઉંચું એક રિપોર્ટ અનુસાર, ગુજરાત કરતાં નાગાલેન્ડમાં એક લાખની વસ્તીએ પોલીસની સંખ્યા વધુ છે.નાગાલેન્ડમાં ૯૦૦ પોલીસની મંજૂરી મળી તે પૈકી ૯૬૫ પોલીસની ભરતી કરવામાં આવી છે.

કેરળમાં ૧૭૮ની મંજૂરી સામે ૧૭૪ પોલીસ છે જયારે દિલ્હીમાં ૩૯૦ પોલીસની મંજૂરી સામે ૩૮૩ પોલીસની ભરતી કરાઇ છે.

પંજાબ,પોડિંચેરી,મધ્યપ્રદેશ,આસામ,બિહાર,તામિલનાડુ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ય પ્રતિલાખ વસ્તીએ પ્રમાણમાં પોલીસની સંખ્યા સારી એવી છે. પોલીસના સંખ્યાબળમાં દેશમાં ગુજરાત ૨૧માં ક્રમે રહ્યું છે. ગુજરાતમાં ૧૬૮ પોલીસની મંજૂરી સરકારે આપી છે તેમ છતાંય આજે લાખની વસ્તી દીઠ માત્ર ૧૨૦ પોલીસમેનો ફરજ બજાવી રહ્યા છે. આજેય પોલીસના સંખ્યાબળમાં મંજૂરીની સરખામણીમાં ૪૮.૭ પોલીસની ઘટ પ્રવર્તી રહી છે. પોલીસ કર્મચારીની નિવૃતિ બાદ નવી ભરતી કરવામાં વિલંબ થતા પોલીસમાં ઘટ વર્તાઇ છે.પોલીસના મૃત્યુ,પોલીસના રાજીનામા પણ ઘટમાં જવાબદાર પરિબળ ગણાય છે. પોલીસની સંખ્યા હોવાને લીધે રાજ્યના કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ખાસ્સી એવી અસર પડે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY