રાજયના અન્ન આયોગના સભ્ય સચિવના અધ્યક્ષસ્થાને તા.૬ જૂલાઈના રોજ અન્ન સલામતી કાયદાના અમલીકરણ સંદર્ભે બેઠક યોજાશે

0
99

સૂરતઃ સોમવારઃ- રાજયના અન્ન આયોગના સભ્ય સચિવશ્રી ડો. એમ.એ. નરમાવાલા(આઈ.એ.એસ.-નિ.) ના અધ્યક્ષસ્થાને સુરત શહેર અને જિલ્લામાં અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ના અમલીકરણ અંગેની બેઠક તા.૬/૦૭/૨૦૧૮ ના રોજ સાંજે ૪.૦૦ વાગે જિલ્લા સેવા સદન-૨, બી-બ્લોક, પાંચમા માળે, સભાખંડમાં બેઠક યોજાશે. જેમાં જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાની અદ્યતન પરિસ્થિતિ તથા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રોની કામગીરીની રાષ્ટ્રીય અન્ન કાયદા-૨૦૧૩ સંદર્ભે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં સભ્યશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા પણ ઉપસ્થિત રહેશે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY